ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝ પૂર્ણ થઈ છે. ભારતે શ્રેણી 1-1થી ડ્રો કરી હતી. હવે ત્રણ મેચોની વનડે શ્રેણી રમાનાર છે જેમાં ટી20 શ્રેણીમાં રમી ચૂકેલા ઘણા પોપ્યુલર ચહેરાઓ જોવા નહીં મળે. જેમાં સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે.
વનડે શ્રેણી દરમિયાન ભારતની કેપ્ટનશિપ કેએલ રાહુલના હાથમાં રહેશે અને ત્રણ મેચમાં દક્ષિણ આફ્રિકાને પડકાર આપવા મેદાન પર ઉતરશે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ આગામી તા.17 ડિસેમ્બરથી શરૂ થનાર છે અને બીજી મેચ તા.19 ડિસેમ્બરે તેમજ ત્રીજી મેચ 21 ડિસેમ્બરના રોજ રમાનાર છે.
વન ડે શ્રેણી માટેની ટી-20 ટીમમાંથી રિટેન કરાયેલા ખેલાડીઓમાં રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને દીપક ચહરનો સમાવેશ થાય છે.

જે ખેલાડીઓ ટી-20 ટીમમાં સામેલ હતા પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં નહીં રમે તેવા ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, જીતેશ શર્મા, ઇશાન કિશન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને રવિ બિશ્નોઇનો સમાવેશ થાય છે. આમાંથી ગિલ, સિરાજ, યશસ્વી, કિશન અને જાડેજા ટેસ્ટ ટીમમાં છે જ્યારે સૂર્યકુમાર, જીતેશ શર્મા અને રવિ બિશ્નોઇ હવે ભારત પરત ફરશે તેવા અહેવાલ છે.

-દક્ષિણ આફ્રિકા સામે ભારતની વન-ડે ટીમના ખેલાડીઓનું લિસ્ટ આ મુજબ છે

કેએલ રાહુલ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન , અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચાહર.