77 વર્ષની વયે કેન્સરની બીમારીથી નિધન
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેમ નટુકાકા તરીકે પ્રખ્યાત ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી રહ્યા. છેલ્લા કેટલાક સમયથી ઘનશ્યામ નાયક કેન્સર ની સારવાર મેળવી રહ્યા હતા પરંતુ આખરે 77 વર્ષની વયે તેમનું નિધન થયું છે. જેઓ ગુજરાતી રંગભૂમિ, ફિલ્મો, હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં જાણીતું નામ છે.
ઘનશ્યામ નાયકની જીવન ઝરમર
ઘનશ્યામ પ્રભાકર નાયક એ ગુજરાતી મૂળ ધરાવતા જાણીતા અભિનેતા, પાશ્વગાયક અને ડબિંગ કલાકાર છે જેને ‘મુંબઇનો રંગલો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમણે આઠ વર્ષની ઉમરે અભિનય કારકિર્દીની શરૂઆત કરેલી. રંગભૂમિ તેમજ ભવાઇ ઉપરાંત એમણે ઘણાં હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કરેલો છે. સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં તેઓએ નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)નું પાત્ર ભજવ્યું છે.તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો’ શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે.
કેવી હતી નટુકાકાની કારકિર્દી ?
તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું, જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે. તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા છે જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. તેમના દ્વારા અભિનય કરાયેલું પ્રથમ હિન્દી ચલચિત્ર માસૂમ હતું. જેમાં તેમણે બાળકલાકાર તરીકે કામ કરેલું. તે સિવાય કચ્ચેધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક આવારા, તિરંગા જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. તેમનું સર્વપ્રથમ ગુજરાતી નાટક પાનેતર હતું.?