નમસ્કાર ગુજરાત ન્યૂઝ
હિન્દુ કેલેન્ડરમાં પવિત્ર દિવસની ઉજવણી કરતો તહેવાર એટલે દિવાળી અને આં વખતે ઓકલેન્ડના અટોયા સ્ક્વેર ખાતે યોજાતો દિવાળી મહોત્સવ કોરોનાને કારણે રદ્દ કરવામાં આવ્યો છે.
ઓકલેન્ડ ખાતેના આયોજકે જણાવ્યું હતું કે ઓક્ટોબરના અંતમાં થતો તહેવાર શહેર એલર્ટ લેવલ 1 માં ન આવે ત્યાં સુધી આગળ વધી શકે તેમ નથી. જોકે ભારતીય સમુદાય માટે ઓનલાઈન ઉજવણીનું આયોજન થઈ શકે તે દિશામાં વિચારાઈ રહ્યું છે.
નિરાશાજનક છે પરંતુ સમજી શકાય તેવું છે કે ઓકલેન્ડમાં દિવાળી મહોત્સવ યોજી શકાય તેમ નથી. – મેયર ફિલ ગોફ