ફાઇનલમાં ગુજરાત ટાઇટન્ટસને હરાવી જીત્યો પાંચમો IPL ખિતાબ, ગુજરાત ટાઇટન્સ DLS મેથડથી 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ ચેઝ કરીને ટાઇટલ જીત્યું

- રવિન્દ્ર જાડેજાએ 6 બોલમાં 15 રન ફટકાર્યા, 1 સિક્સ, 2 ફોર
- 171 રનના ટાર્ગેટમાં કોનવેએ 47, ગાયકવાડ 26, રહાણેએ 27, દુબેએ 32 રન નોંધાવ્યા
- ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિતે 3 તથા નુર અહેમદે 2 વિકેટ ઝડપી
આ મેચમાં ગુજરાતને 215 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પરંતુ વરસાદના કારણે ડકવર્થ લુઈસ નિયમ મુજબ 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ ઘટાડી દેવામાં આવ્યો હતો. જવાબમાં ચેન્નાઈની ટીમે 5 વિકેટે 171 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ 25 બોલમાં સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 32 અને અજિંક્ય રહાણેએ 27 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી મોહિત શર્માએ 3 અને નૂર અહેમદે 2 વિકેટ ઝડપી હતી.
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમે 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. ટીમ માટે સાઈ સુદર્શને 47 બોલમાં 96 રનની તોફાની ઈનિંગ રમી હતી. તેણે 6 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 204.25 હતો. સુદર્શન ઉપરાંત રિદ્ધિમાન સાહાએ 54 અને શુભમન ગિલે 39 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી મતિશા પથિરાનાએ 2 વિકેટ લીધી હતી.
28 મેના રોજ મેચ દરમિયાન વરસાદ પડ્યો હતો, જેના કારણે IPLના ઈતિહાસમાં પ્રથમ વખત ફાઈનલ મેચ રિઝર્વ ડે પર યોજાઈ રહી છે.
ટોસ જીત્યા બાદ સીએસકેએ પણ મેચ જીતી લીધી હતી. વરસાદથી પ્રભાવિત મેચમાં CSKને જીતવા માટે 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ CSKના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરીને આ મુશ્કેલ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. CSKના દરેક બેટ્સમેને આ લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
રવિન્દ્ર જાડેજાએ અજાયબી કરી બતાવી. છેલ્લા બોલ પર સીએસકેને જીતવા માટે ચાર રનની જરૂર હતી. CSKએ ચાર રન બનાવ્યા અને ગુજરાતને પાંચ વિકેટે હરાવ્યું. CSK પાંચમી વખત IPLની વિજેતા બનવામાં સફળ રહી છે. રવિન્દ્ર જાડેજાએ 6 બોલમાં 15 રનની અણનમ ઇનિંગ રમી હતી. ધોનીનું નામ 5માં ટાઇટલ માટે નોંધાયું છે.