દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગવોર થયો છે. શુક્રવારે બપોરે અહીં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફે ગોગીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે.

જે બાદ કોર્ટ પરિસરમાં શૂટઆઉટ થયુ અને હુમલાખોરોને પણ મારી નંખાયા છે. આ રીતે ઘટનામાં ગેંગસ્ટર ગોગી સહિત કુલ ત્રણના મોત નીપજ્યા છે. 

આ શૂટઆઉટમાં અત્યાર સુધી 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાંથી એક જિતેન્દ્ર છે જ્યારે બે હુમલાખોરો છે જે કે જિતેન્દ્ર પર જ હુમલો કરવા આવ્યા હતા. જિતેન્દ્ર ઉર્ફે ગોગીને તિહાડ જેલમાં કેદ હતો, જેને શુક્રવારે પેશી માટે લાવવામાં આવ્યુ હતુ. આ દરમિયાન રોહિણી કોર્ટના પરિસરમાં બદમાશોની વચ્ચે શૂટઆઉટ થઈ ગયુ. 

વકીલ બનીને આવ્યા હતા હુમલાખોરો 

દિલ્હી પોલીસ અનુસાર બે હુમલાખોરો વકીલ બનીને કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા જેમણે ગેંગસ્ટર જિતેન્દ્ર પર ગોળી ચલાવી. સ્પેશ્યલ સેલની ટીમ જિતેન્દ્રને કોર્ટ રૂમમાં લઈને આવ્યા હતા જ્યાં આ ઘટના ઘટી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે દિલ્હીના ટિલ્લૂ ગેંગે જિતેન્દ્રની હત્યા કરી છે. જે બે હુમલાખોરો ઠાર થયા છે. તેમાં એક રાહુલ છે જેનીપર 50 હજારનુ ઈનામ છે જ્યારે એક બીજો બદમાશ છે.