અમેરિકામાં ઘૂસણખોરી કરતી વખતે બોટ ઉંધી પડતા 4 ગુજરાતી સહિત કુલ 8 લોકોના થયા હતા મોત, હવે પોલીસે બોટના માલિક ઓક્સની શોધખોળ અટકાવી દીધી છે, પોલીસે દાવો કર્યો છે કે આગામી રૂટીન પેટ્રોલિંગ દરમિયાન ઓક્સને શોધવામાં આવશે


અકવેસને મોહૌક પોલીસ આઠ માઇગ્રન્ટના મોત સાથે જોડાયેલા સ્થાનિક વ્યક્તિ કેસી ઓક્સની શોધખોળનું વિશેષ કામ અટકાવી દીધું છે. પોલીસ જ્યારથી આ ઘટના ઘટી છે ત્યારેથી સેન્ટ લોરેન્સ નદીના જળમાર્ગોની આસપાસ સંગઠિત શોધ ચલાવી રહી હતી જોકે હવે તેને સ્થગિત કરવાનો નિર્ણય કેનેડિયન બોર્ડર પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે સેન્ટ લોરેન્સ નદીમાં તોફાનને પગલે બોટ ઉંધી પડી હતી જેમાં 4 ગુજરાતી સહિત 8 લોકોનાં મોત થયા હતા.
પોલીસનું નિવેદન, કેસી ઓક્સને શોધતા શોધતા થાક્યા
પોલીસનું કહેવું છે કે તેઓ માને છે કે તેઓએ 30-વર્ષીય કેસી ઓક્સની પાછળ કરેલા શોધવાના પ્રયત્નોથી થાકી ગયા છે અને જ્યાં સુધી તેમની પાસે ખાસ “કાર્યવાહી કરવા માટેની માહિતી” ન હોય ત્યાં સુધી તેઓ સામાન્ય પેટ્રોલિંગની કામગીરી ફરી શરૂ કરવા માટે તૈયાર છે. નોંધનીય છે કે ઘટના સમયે બે માઇગ્રન્ટ પરિવારોના મૃતદેહની બાજુમાં, ઓક્સ છેલ્લે 29 માર્ચની રાત્રે બોટ ચલાવતો જોવા મળ્યો હતો, એક રોમાનિયાનો અને બીજો ભારતનો હતો.
પોલીસનું કહેવું છે કે પરિવાર એક્વેસને મોહૌક પ્રદેશમાંથી પસાર થઈને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે પ્રાંતીય અને આંતરરાષ્ટ્રીય સરહદોથી ઘેરાયેલો છે અને તેમાં ક્વુબેક, ઑન્ટારિયો અને ન્યૂ યોર્ક રાજ્યના વિસ્તારોનો સમાવેશ થાય છે.
સત્તાવાળાઓએ કહ્યું છે કે આ પ્રદેશનો ભૂગોળ તેમને માનવ તસ્કરી માટે આસાન બનાવે છે, પોલીસે જાન્યુઆરીથી ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા આ વર્ષે 80 લોકોને સંડોવતા 48 અલગ અલગ બનાવ બની ચૂક્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે માત્ર 1000 કેનેડિયન ડોલર (ભારતીય 50000 રૂપિયા) માં સ્થાનિકો માનવ તસ્કરોને મદદ કરી રહ્યા છે.
અકવેસને મોહૌક પોલીસનું કહેવું છે કે તેઓ રોજિંદી કામગીરી દરમિયાન ઓક્સને શોધવાના પ્રયાસો કરવાનું ચાલુ રાખશે અને લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી રહ્યા છે.