બાઈક સવારે બસને ઓવરટેક કરતા સર્જાયો હતો અકસ્માત

એસટી બસ અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. તમે આ વીડિયોમાં જોઇ શકો છો કે એસટી બસને રોંગસાઈડમાંથી ઓવરટેક કરતી વખતે બાઈક સવાર યુવક બસની નીચે આવી ગયો હતો, જો કે વીડિયોમાં દેખાય છે તે મુજબ બસ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે યુવકનો આબાદ બચાવ થયો હતો.

આ સમગ્ર ઘટના હાઈવે પરનાં CCTVમાં કેદ થઈ હતી. મળતી માહિતી અનુસાર, આ વીડિયો દાહેદનો હોવાનુ સામે આવી રહ્યુ છે. આ વીડિયો એટલો ખતરનાક છે કે તમેે જોશો તો તમારા પણ રૂંવાટા ઉભા થઇ જશે. મળતી માહિતી મુજબ, દાહોદ શહેરમાંથી પસાર થતાં હાઈવે પર સ્માર્ટ સીટીના બોર્ડ પાસે રોંગસાઈડમાંથી આવી એસટી બસને ઓવરટેક કરવા જતા એક બાઈક સવાર એસ.ટી.બસની આગળ આવી ગયો હતો. આ બસ સાથે બાઇક સવારની ટક્કર પણ થઇ હતી, જે બાદ તે બાઇક સવાર બસની નીચેે આવી ગયો હતો, જો કે તે બસનાં ટાયરથી દૂર હતો, અને ખાસ કરીનેે બસ ચાલકની સમયસૂચકતાનાં કારણેે તેનો આબાદ બચાવ થયો હતો.