ગુજરાતમાં પ્રેશર ગ્રેડિઅન્ટની અસર હેઠળ હાલ કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂકાઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં ફરી માવઠું થવાની શકયતા વ્યક્ત થઈ છે,
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે હવામાનને લઈ આગાહી કરી છે કે આગામી 1 થી 5 માર્ચ ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતા છે.
રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, બનાસકાંઠા તથા સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં માવઠુ થવાની આગાહી વ્યક્ત કરી છે.

ગુજરાત સહિત બિહાર, ઝારખંડ, દિલ્હી સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે.
દિલ્હીમાં વરસાદ સાથે ભારે પવન ફૂકાયો હતો.
સાથે જ ઉત્તર પ્રદેશના 17 જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની શક્યતા વ્યક્ત થઈ છે.
જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં બરફ વર્ષાની શકયતા છે.
પશ્ચિમ ડિસ્ટબન્સના કારણે હિમાચલ વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે, છત્તીસગઢ અને ઝારખંડમાં પણ કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી છે.
આમ,કમોસમી વરસાદની અસર ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં રહેવાની આગાહી થઈ છે.