ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં દાંતામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી ગયા હતા. જોકે,સદનસીબે જાનમાલને નુકશાન થવાના કોઈ અહેવાલ નથી.

વિગતો મુજબ અંબાજી નજીક 20 કિલોમીટર દૂર ભૂકંપનો આ આંચકો આવ્યો હતો
ભૂકંપના આંચકાનો લોકોએ બે સેકન્ડ સુધી અનુભવ કર્યો હતો.
લોકોના જણાવ્યા અનુસાર ભૂકંપ દરમિયાન વીજળીનાં કડાકા જેવો અવાજ આવતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા.

વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા અને ફફડાટ પ્રસરી ગયો હતો આજે સવારથી લોકો ટોળે વળી ભૂકંપની ચર્ચા કરતા નજરે પડ્યા હતા અને લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.ગુજરાતના ભૂકંપના પાંચ ઝોન છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપના ઝોન-૩માં આવે છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર હળવા આંચકા નોંધાતાં હોય છે. ગુજરાતમાં ભૂકંપ માટે સૌથી સંવેદનશીલ વિસ્તાર કચ્છ છે. જે ભૂકંપ ઝોન -પમાં આવે છે. ત્યારબાદ ભૂકંપ ઝોન ૪ મા સૌરાષ્ટ્ર સહિતનો વિસ્તાર તેમજ ઝોન ૩ માં બનાસકાંઠા જિલ્લો આવે છે.