અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના મામલામાં મુંબઈ પોલીસે નવો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે ફેસબુક પેજ પર ગોળીબારની જવાબદારી સ્વીકારનાર ફેસબુકનું આઈપી એડ્રેસ કેનેડાનું હોવાનું બહાર આવ્યું છે.

સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારની ઘટના બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ એક કથિત ફેસબુક ઓનલાઈન પોસ્ટમાં આ ઘટનાની જવાબદારી સ્વીકારી અને ચેતવણી આપી હતી કે આતો માત્ર “ટ્રેલર” હતું.

વાસ્તવમાં, રવિવારે (14 એપ્રિલ, 2024) મુંબઈમાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર બે શૂટરોએ ગોળીબાર કર્યો હતો.
આ પછી બંને ભાગી ગયા હતા, પોલીસ તેની શોધ કરી રહી છે. દરમિયાન આ ઘટનામાં વિશાલ રાહુલ ઉર્ફે કાલુ પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર વિશાલ રાહુલ ઉર્ફે કાલુ ગુરુગ્રામનો રહેવાસી છે. કાલુએ 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. અને તેની સામે 5 થી વધુ ફોજદારી કેસ નોંધાયેલા છે.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેણે માફી માંગવી જોઈએ નહીં તો તેણે પરિણામ ભોગવવું પડશે. આ પહેલા પણ સલમાન ખાનને જૂન 2022માં હાથથી લખેલા પત્ર દ્વારા ધમકી આપવામાં આવી હતી.