અમદાવાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ પીએમ નરેન્દ્રભાઈ મોદીએ લોકોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું હતું તેઓએ કહ્યું કે લોકશાહીમાં મતદાન એ કોઈ સામાન્ય દાન નથી અને મતદાન અવશ્ય કરવુ જોઈએ તેમ જણાવી સૌને મતદાન કરવા અપીલ કરી દેશવાસીઓને વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યું હતું.

લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર અને પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી જંગ પણ આજે છે અને મતદાન ચાલી રહ્યું છે.

લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે.

25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં પુરુસોત્તમ રૂપાલા, અમિત શાહ અને માંડવિયા 4 કેન્દ્રીય મંત્રી છે.

અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં પીએમ નરેન્દ્રમોદી વોટિંગ કરવા આવ્યા હતા. તેમણે કેસરી કોટી
પહેરી હતી તેઓએ લગભગ અડધો કિલો મીટર ચાલીને મતદાન કરવા સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે રસ્તાની બન્ને બાજુ ઉભેલી જનતાએ મોદી મોદીની નારેબાજી કરી હતી.

આ તકે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે લોકશાહીમાં મતદાન એ કોઈ સામાન્ય દાન નથી અને મતદાન કરવા અપીલ કરી હતી અને આજે લોકશાહીનો ઉત્સવ હોવાનું ઉમેરી તેઓએ ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવી તમામને શુભકામના પાઠવી હતી.