ગુજરાતમાં લોકશાહીના મહાપર્વનો માહોલ જામ્યો છે અને સવારથી લઈ પહેલા બે કલાકમાં સરેરાશ 9.87 ટકા મતદાન નોંધાયું છે જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ અને અમદાવાદ વેસ્ટમાં સૌથી ઓછું મતદાન થયું છે,જાણો ક્યાં કેટલું વોટિંગ થયું

કરછ 8.79,બનાસકાંઠા 12.28, પાટણ 10.42,મહેસાણા10.14, સાબરકાંઠા 11.43, ગાંધીનગર10.31,અમદાવાદ ઈસ્ટ 8.03, અમદાવાદ વેસ્ટ 7.23,સુરેન્દ્રનગર 9.43,રાજકોટ 9.77,પોરબંદર 7.84, જામનગર 8.55,જુનાગઢ 9.05, અમરેલી 9.13
ભાવનગર 9.2, આણંદ 10.35ખેડા 10.2, પંચમહાલ 9.16,દાહોદ 10.94, વડોદરા 10.64છોટા ઉદેપુર 10.27,ભરુચ 10.78,બારડોલી 11.54
નવસારી 9.15 વલસાડ 11.65 નોંધાયું હતું.

ગુજરાતમાં જુદા જુદા સ્થળે ભાજપના નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તમામ નાગરિકોને મત આપવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શિલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરથી જ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આજે તેઓ અમદાવાદ નારણપુરાથી પરિવાર સાથે મતદાન કર્યં 

-ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું

– રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ મતદાન કર્યુ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ઢોલ નગારા સાથે પરિવાર સાથે મતદાન કર્યુ હતું.

-અમરેલીના ઈશ્વરીયા ગામમાં રાજકોટમાં લોકસભાની બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વતનમાં મતદાન કર્યું હતું.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજકોટમાં અનિલ જ્ઞાન મંદિર મતદાન મથકે મતદાન કર્યું.

-રાજકોટમાં પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળાએ મતદાન કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ મતદાન કરવા માટે વ્હીલ ચેરમાં અમદાવાદના મતદાન મથક પર પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું.