આંધ્રપ્રદેશ NDAના પક્ષ એવા ભાજપ, ટીડીપી તથા જન સેનાના કાર્યકરોએ લીધો ભાગ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. એડિલેડ
ભારતમાં હાલ રાજકીય પારો પરાકાષ્ઠા પર પહોંચ્યો છે. એકતરફ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પ્રચારની બાજી પોતાના હાથમાં લઇ લીધી છે ત્યાં ઇન્ડિયા અલાયન્સ પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. આ તરફ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં ભારતીય મૂળના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને એનડીએના (NDA Alliance) પક્ષોને ખુલ્લું સમર્થન પૂરું પાડવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં આંધ્રપ્રદેશમાં એનડીએ અલાયન્સ એવા ભાજપ, જન સેના તથા તેલુગુ દેશમ પાર્ટીએ સાથે મળીને પ્રચાર કર્યો હતો. તેલુગુ ફિલ્મ અભિનેતામાંથી નેતા બનેલા પવન કલ્યાણની પાર્ટી જન સેનાએ ભાજપ સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે અને ભાજપને બિનશરતી ટેકો આપેલો છે. આ તરફ ઘણાં સમય બાદ ચંદ્રાબાબુ નાયડુએ પણ ભાજપને સમર્થન જાહેર કર્યું છે.

એડિલેડમાં ઓફ બીજેપી, એડિલેડના ચિરાગ ચૌધરી અને આદી રેડ્ડી, ટીડીપીના NRI વિભાગના નવીન, જન સેનાના ડૉ. સુધીર અને વીએચપીના શિવા કુમાર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. thebarton community centre ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 250થી વધુ લોકો હાજર રહ્યા હતા અને પ્રચાર કાર્યમાં ભાગ લીધો હતો અને અબ કી બાર 400 પારના સૂત્રને વધુ વેગવંતુ બનાવ્યું હતું. આ તરફ લોકોને આહવાન કર્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ભાજપ તથા એનડીએને વધુ બેઠક મળે તેવા એનઆરઆઇ ઓસ્ટ્રેલિયાના લોકોએ પ્રચાર કરવો જોઇએ.

NDA Alliance, Adelaide, Loksabha Election 2024, Narendra Modi, BJP, TDP, Jan Sena Pawan Kalyan,