લોંગ ટર્મ વિઝા અને OCI કાર્ડ રદ્દ કરવાની તૈયારી, ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર નજર રાખવા ઇન્ડિયન મિશનને સોંપાઇ જવાબદારી

demo pic.

ભારતે ભારતીય મૂળના કેટલાક વિદેશી નાગરિકોના લાંબા ગાળાના વિઝા રદ કર્યા છે અને જેઓ કથિત રીતે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા તેમના OCI કાર્ડ્સ પણ રદ કર્યા છે. ઉચ્ચ સ્તરીય સૂત્રોએ આ સમાચારની પુષ્ટિ કરતી વખતે સમાચાર ચેનલ ઝી મીડિયાને જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારી મિશન કેટલાક વિદેશી ભારતીયોની ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી રહ્યા છે અને તેમના OCI કાર્ડ પણ રદ્દ કરવા સુધીના પગલા લેવા માટે તૈયાર છે.

દેશ વિરોધી પ્રવૃત્તિ સામે ભારતીય ડાયસ્પોરાએ નોંધાવ્યો છે વિરોધ

ભારતીય ડાયસ્પોરાના કેટલાક સભ્યોએ કથિત રીતે છેલ્લા થોડા દિવસોથી ભારત સામે પોતાનો રોષ નોંધાવ્યો હતો. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે રાજદ્વારી મિશન ભારતીય મૂળના વિદ્યાર્થીઓ પર નજર રાખી રહ્યા છે જેઓ વિવિધ વિદેશી દેશોમાં સ્થિત દૂતાવાસો અને ઉચ્ચ કમિશનની બહાર અપમાનજનક વિરોધ પ્રદર્શનમાં સામેલ થઇ રહ્યા છે.

દેશ વિરોધીઓને એરપોર્ટથી જ પરત મોકલાશે

ઉલ્લેખનીય છે કે ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવા બદલ ભારત દ્વારા આવા કેટલાક ડઝન લોકોને પહેલાથી જ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે જો આવા લોકો ભારતની મુસાફરી કરે છે, તો તેઓને એરપોર્ટથી જ પરત મોકલવામાં આવશે.