ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને ડો. જશવંત પરમાર ગુજરાતથી અન્ય ઉમેદવાર તરીકે જાહેર
- ગુજરાત રાજ્ય સભા માટે ફરી સરપ્રાઈઝ આપતા નરેન્દ્ર મોદી
- રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડા ગુજરાત થી રાજ્યસભામાં જશે
- લેઉવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ બનશે રાજ્યસભાના સાંસદ
- બક્ષી મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી
- મધ્ય ગુજરાત ભાજપનાગ્રણી જશવંતસિંહ પરમાર પણ બનશે રાજ્યસભાના સાંસદ
ભાજપે આગામી રાજ્યસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં જેપી નડ્ડા સાથે ગોવિંદભાઈ ધોળકિયા અને મયંકભાઈ નાયકનો સમાવેશ થાય છે.
પંચમહાલના ગોધરાના ડો.જશવંતસિંહ સલામસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ લોકો આવતીકાલે બપોરે 12:39 મિનિટે વિધાનસભા સચિવાલય ખાતે આવીને તેમની ઉમેદવારી નોંધાવશે. તેમની ઉમેદવારીના સમયે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના આગેવાનો હાજરી આપશે.
મયંક નાયક કોણ છે
?ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ. મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા. મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધી જવાબદારી નિભાવી. મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો.
ગોવિંદ ધોળકિયા હીરાના મોટા વેપારી
હીરાના પ્રતિષ્ઠિત કારોબારી. નોકરી છોડીને હીરાનો વ્યવસાય શરૂ કર્યો4800 કરોડની નેટવર્થ. દૂધાળા ગામમાં 7 નવેમ્બર 1947ના રોજ જન્મલોકો વચ્ચે કાકા તરીકે ઓળખાય છે1964માં સુરતમાં કારકિર્દીની શરૂઆત કરી. શરૂઆતમાં હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા. બે મિત્રો સાથે મળીને સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું. શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની બનાવી. રફ હીરાના વેપારી હીરાભાઈ વાડીવાલા સાથે વેપાર શરૂ કર્યો. પોલીશ કર્યા બાદ રફ હીરાનું વજન 34 ટકા સુધી કરી બતાવ્યુંવેપાર કરવા માટે 410 રૂપિયા ઉધાર લીધા હતા. હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ પાછું વાળીને જોયું નથી.
ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે, જેમાં તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણનું નામ પણ સામેલ છે. ભાજપે તેમને મહારાષ્ટ્રમાંથી જ સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર ક્વોટામાંથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ, મેધા કુલકર્ણી અને અજીત ગોપચાડે ઉમેદવાર બનાવ્યા છે. ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.