શહીદોને સલામ, આત્મનિર્ભરતાની વાત, નવા આર્મી ચીફે કમાન સંભાળ્યા બાદ નિવેદન

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને સાઉથ બ્લોકમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. આ દરમિયાન મનોજ પાંડેએ કહ્યું, “મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે મને સેનાના નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી રહી છે. હું તેને અત્યંત નમ્રતાથી સ્વીકારું છું.” તેમણે વધુમાં કહ્યું કે, “ભારતીય સેનાનો એક ગૌરવપૂર્ણ ઈતિહાસ છે જેણે ભારતની સુરક્ષા જાળવવામાં શ્રેષ્ઠ કામ કર્યું છે.”

મનોજ પાંડેએ કહ્યું, “રાષ્ટ્ર નિર્માણમાં સેનાનું વિશેષ યોગદાન છે. હું દેશના તમામ લોકોને ખાતરી આપવા માંગુ છું કે ભારતીય સેના સ્વતંત્રતા અને સમાનતા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.” તેમણે વધુમાં કહ્યું, “આ સમયે ભૌગોલિક- રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને આપણી સામે ઘણા પડકારો છે. કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું ભારતીય સેનાની ફરજ છે.