ગૌરવ ગુપ્તાની ગોલ્ડ સાડી, 600 જસ્મીન ફૂલોનું હેર સ્કલ્પચર અને $100,000 નું સોનાનું ‘કેરી ક્લચ’, ઈશાએ પ્રખ્યાત કલાકાર સુબોધ ગુપ્તા દ્વારા નિર્મિત સોનાની કેરી જેવું હેન્ડબેગ પકડ્યું હતું, જેની કિંમત અંદાજે $100,000 (આશરે 83 લાખ રૂપિયાથી વધુ) આંકવામાં આવી

New jersyથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ : ફેશનની દુનિયાના સૌથી મોટા મંચ ‘Met Gala’ પર ઈશા અંબાણીએ આ વર્ષે માત્ર લક્ઝરી જ નહીં, પણ ભારતની ગહન કલા અને વિરાસતનું પ્રદર્શન કર્યું છે. જાણીતી સ્ટાઈલિશ અનાઈતા શ્રોફ અદાજાનિયા દ્વારા તૈયાર કરાયેલા આ લુકમાં ભારતની પરંપરાગત હસ્તકલા અને આધુનિક ફેશનનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. ન્યૂયોર્કથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લના અહેવાલ મુજબ, આ લુકનો ઉદ્દેશ્ય ભારતીય પ્રતીકોને વૈશ્વિક સ્તરે સર્વોપરી સાબિત કરવાનો હતો.

ડાયમંડ બ્લાઉઝ અને ઐતિહાસિક નિઝામી ઝવેરાત

ઈશાના આઉટફિટમાં સૌથી આકર્ષક તેનું બ્લાઉઝ હતું, જેમાં નીતા અંબાણીના પર્સનલ કલેક્શનમાંથી 1,800 કેરેટના હીરા, પન્ના, પોલ્કી અને કુંદન જડવામાં આવ્યા હતા. આ સાથે તેના લુકમાં હૈદરાબાદના નિઝામના કલેક્શનનો ઐતિહાસિક ‘સરપેચ’ પણ સામેલ હતો, જેણે લુકને શાહી ઓપ આપ્યો હતો.

સામાન્ય ‘મોગરા ગજરા’ અને ‘કેરી’ ને મળ્યું ગ્લોબલ સ્ટેજ

ભારતના મંદિરોની બહાર 10 થી 50 રૂપિયામાં મળતા સાધારણ મોગરાના ગજરાને ઈશાએ એક કલાના નમૂના તરીકે રજૂ કર્યો હતો. ધાતુ અને કાગળમાંથી બનેલા આ ગજરાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વધુમાં, ભારતનું રાષ્ટ્રીય ફળ ‘કેરી’ પણ આ વખતે મેટ ગાલાના રેડ કાર્પેટ પર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સુબોધ ગુપ્તા દ્વારા બનાવાયેલું આ કેરી જેવું ક્લચ (Mango Clutch) ભારતીય સમૃદ્ધિનું પ્રતીક બની ગયું હતું. ‘ખાશ, મેડ ફ્રોમ આમ’ (Khaas, made from aam) ની આ વિભાવનાએ ફેશન જગતમાં ભારે ચર્ચા જગાવી છે.

આમ, ઈશા અંબાણીએ 6 May 2026 ના રોજ આયોજિત આ ઇવેન્ટમાં સાબિત કર્યું કે ભારતની કલા, ક્રાફ્ટ અને પ્રતીકો દુનિયાના કોઈપણ સ્ટેજ પર ગૌરવભેર ચમકી શકે છે.