લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે પીએમ મોદી ગુજરાતમાં છે ત્યારે તેઓએ મધ્ય ગુજરાતના આણંદમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે. તેમણે કહ્યું કે,અગાઉ ગુજરાતનો એક મંત્ર હતો કે, ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને હવે જયારે આપે મને દેશનું કામ સોપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે, 2047 માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિંદુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ. મેં દેશને ગેરંટી આપી છે 24×7 for 204.

પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે અહીં ભારતમાં કોંગ્રેસ મરી રહી છે અને ત્યાં પાકિસ્તાન રડે છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતમાં એક નબળી સરકાર ઈચ્છે છે, જેમ કે 2014 પહેલાની સરકાર હતી, એવી સરકાર કે જેના શાસન દરમિયાન મુંબઈમાં આતંકવાદી હુમલા શક્ય હતા.
જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જે વર્ષોમાં આપણા દેશમાં કોંગ્રેસની સરકાર હતી તે વર્ષોમાં પાકિસ્તાન મોટું થઈ ગયું હતું અને હવે પાકિસ્તાનના આતંકવાદનું ટાયર પંકચર થઈ ગયું છે.
તેમણે કહ્યું કે જે દેશ એક સમયે આતંકવાદીઓની નિકાસ કરતો હતો તે દેશ હવે લોટની આયાત કરવા માટે ઘરે-ઘરે ભટકી રહ્યો છે, જેના હાથમાં એક સમયે બોમ્બ હતો આજે તેના હાથમાં ભીખ માંગવાનો કટોરો છે. કોંગ્રેસની નબળી સરકાર આતંકવાદના આકાઓને ડોઝિયર આપતી હતી, પરંતુ મોદીની મજબૂત સરકાર આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારી રહી છે.
તેમણે કહ્યું કે આજે ભારતમાં કોંગ્રેસ નબળી પડી રહી છે ત્યાં પાકિસ્તાન ચિંતિત છે.
મજાતો એ વાતની છે કે અહીં કોંગ્રેસ મરી રહી છે અને ત્યાં પાકિસ્તાન રડે છે.
હવે પાકિસ્તાની નેતાઓ કોંગ્રેસ માટે પ્રાર્થના કરી રહ્યા છે, ભારતમાં કોંગ્રેસના સહેજાદાને વડાપ્રધાન બનાવવા માટે પાકિસ્તાન ઉત્સુક છે અને કોંગ્રેસ પાકિસ્તાનની ચાહક છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને કોંગ્રેસ વચ્ચેની આ ભાગીદારી હવે સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે લોકો પૂછે છે કે કોંગ્રેસ આટલી બૌખલાઈ કેમ ગઈ છે. આજે કોંગ્રેસ નકલી માલની ફેક્ટરી બની ગઈ છે.
કોંગ્રેસ પ્રેમની દુકાન કહીને જૂઠનો માલ કેમ વેચે છે? પીએમએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ ક્યારેય એસસી અને એસટીની ચિંતા કરતી નથી.
જ્યારે 90ના દાયકા પહેલા કોંગ્રેસ પણ OBC અનામત એટલે કે બક્ષીપંચ માટે અનામતની તરફેણમાં ન હતી. વડાપ્રધાને કહ્યું કે વર્ષોથી ઓબીસી સમુદાય કહેતો આવ્યો છે કે ઓબીસી પંચ અને બક્ષી પંચ પંચને બંધારણીય દરજ્જો મળવો જોઈએ પણ કોંગ્રેસે તેમની વાત સાંભળી ન હતી.
આમ,તેઓએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ના પ્રચાર માટે ગુજરાત મુલાકાતે છે, ત્યારે તેમણે આણંદ માંવલ્લભ વિદ્યાનગર, શાસ્ત્રી ગ્રાઉન્ડમાં જનસભા સંબોધી હતી, ત્યારબાદ સુરેન્દ્રનગર સભા સંબોધી.

હવે જુનાગઢ અને જામનગરમાં પ્રચાર માટે પહોંચશે.
પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ગઈ કાલે તેમણે ડીસા અને હિંમતનગરમાં સભા સંબોધી હતી.