ગુજરાતમાં ત્રીજા તબક્કાની લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે જેના ઉપર સૌની નજર ટકેલી છે ખાસ કરીને ગુજરાતમાં રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને બદલવાની માંગ સાથે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે અને જો રૂપાલાને આ સીટ ઉપર યથાવત રાખશેતો આંદોલન ઉગ્ર બનાવવાની અને ભાજપ વિરુદ્ધ મતદાનની ચીમકી આપી છે ત્યારે આજે ભાજપ હાઇકમાન્ડ શુ નિર્ણય કરે છે તેના ઉપર સૌની નજર ટકેલી છે.
આજે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચી શકશે આ સાથેજ આજે ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
લોકસભા અને પેટાચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ ખૂબજ મહત્વનો બની રહેશે અને રાજકીય વર્તુળો તેમજ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.