ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનલ અફેર્સ દ્વારા એક્સપાયરીથી બે મહિના પહેલા એપ્લાય કરવા આહવાન

ન્યૂઝીલેન્ડના લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે તેઓ નવા પાસપોર્ટની જરૂર હોય તેના ઓછામાં ઓછા બે મહિના પહેલાં અરજી કરે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનલ અફેર્સ (DIA) ની લોકોને સલાહ આપી છે કે લોકોએ પ્રમાણભૂત પાસપોર્ટ જારી કરવા માટે આઠ અઠવાડિયા ઉપરાંત ડિલિવરી કરવાની છૂટનો પણ સમય વિચારીને એપ્લિકેશન કરે.

પાસપોર્ટ સિસ્ટમમાં અપગ્રેડ અને માંગમાં વધારો થવાને કારણે રાહ જોવાનો સમય લંબાવવામાં આવ્યો છે. લગભગ 38,000 કિવીઓ હાલમાં તેમના અતિઆવશ્યક એવા પાસપોર્ટની રાહ જોઇ રહ્યા છે. પાસપોર્ટની પ્રક્રિયા માટે સરકારનો ટાર્ગેટ 10 દિવસનો છે પરંતુ વર્તમાન રાહ જોવાની ગાઈડલાઈન તેના કરતા એક મહિનાથી વધુ લાંબી છે.

ફેબ્રુઆરીમાં 39,0000 થી વધુ પાસપોર્ટ પૂર્ણ થયા હતા; સિસ્ટમ અપગ્રેડની શરૂઆતને કારણે માર્ચમાં આ લગભગ અડધું થઈ ગયું હતું, જેણે નવી અરજીઓ કરવાનું બંધ કરી દીધું હતું. DIAએ જણાવ્યું હતું કે “મુખ્ય સિસ્ટમ અપગ્રેડ” પાસપોર્ટ સિસ્ટમમાં દસ વર્ષમાં સૌથી મોટો ફેરફાર છે અને તે મેના મધ્ય સુધી લંબાશે. વિભાગની પાસપોર્ટ ટીમ કોવિડ બાદના ગાળાથી આ સમસ્યાઓથી ઘેરાયેલી છે, જ્યારે તેમણે તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડવી અને પછી બોર્ડર ખોલ્યા પછી અરજીઓમાં આવેલા ઉછાળાને પગલે આ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.

17 વર્કિંગ દિવસોમાં પ્રમાણભૂત પાસપોર્ટ અરજીઓ માટે સરેરાશ પ્રક્રિયા સમય સાથે, 2023 કરતાં પ્રતીક્ષાના સમયમાં સુધારો થયો છે. જોકે જાન્યુઆરી અને માર્ચ 2024 ની વચ્ચે, પ્રમાણભૂત પાસપોર્ટ અરજીઓ માટે સરેરાશ પ્રક્રિયાનો સમય 10 કાર્યકારી દિવસોનો હતો. પરંતુ એપ્રિલ 2024 માં, પ્રમાણભૂત એપ્લિકેશનો માટે સરેરાશ પ્રક્રિયા સમય વધીને 26 વર્કિંગ દિવસો પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે આ ઉપરાંત તાત્કાલિક સેવા પણ બે દિવસ રહી છે.

જો કે ડીઆઈએએ જણાવ્યું હતું કે બધી અરજીઓ એકસરખી નથી અને કેટલીક ઓટોમેટિક તપાસમાં જઈ શકે છે જેના કારણે તેમની પર વધુ ઝડપથી પ્રક્રિયા થઈ હતી.