બાંગ્લાદેશના 25 નાગરિકો જરૂરી વિઝા વિના ન્યુઝીલેન્ડમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાઇ ગયા છે.
ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ)ના જણાવ્યા અનુસાર, આ લોકો કુઆલાલંપુરથી ઓકલેન્ડની ફ્લાઇટમાં સવાર થવાના હતા ત્યારે જરૂરી દસ્તાવેજોની તપાસ દરમિયાન આ ખુલાસો થયો હતો
આ જૂથ ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ સત્તાવાળાઓ સાથે મુસાફરી કરી રહ્યું હતું.
કુઆલાલંપુરમાં INZ ના એરલાઇન સંપર્ક અધિકારી અને એરલાઇન સ્ટાફ દ્વારા થયેલી પૂછપરછ બાદ તેઓ દ્વારા તે વાતની “પુષ્ટિ કરી છે કે આ પ્રવાસીઓનો સાચો ઇરાદો ઑસ્ટ્રેલિયામાં ક્રુઝ અથવા ટ્રાન્ઝિટમાં જોડાવાનો ન હતો, પરંતુ ન્યુઝીલેન્ડમાં પ્રવેશવાનો હતો”.
INZ એ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં સામે આવ્યુ કે પકડાયેલા જૂથને “અજાણ્યા એજન્ટ” દ્વારા એવું માનીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા કે તેમની પાસે ન્યુઝીલેન્ડ જવા માટે માન્ય વર્ક વિઝા છે પણ તેવું હતું નહીં.
INZ કૌભાંડની પાછળના મુખ્ય લોકોને પકડવા માટે તપાસ કરી રહ્યું છે, જોકે, આમાં સંડોવાયેલા લોકોને શોધવાનું ખુબજ મુશ્કેલ હોઈ શકે છે.
INZ નેશનલ મેનેજર બોર્ડર પીટર એલ્મ્સે કહ્યું: “અમે આ પરિસ્થિતિઓને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને સંભવિત સરહદ ભંગને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરી છે.
“આ ઘટના ઑફશોર જોખમને સક્રિય રીતે સંચાલિત કરવા અને ઇમિગ્રેશન સિસ્ટમ અને ન્યુઝીલેન્ડ સરહદની અખંડિતતાનું રક્ષણ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા છે.
ન્યુઝીલેન્ડમાં કામ કરવા માંગતા કોઈપણ વ્યક્તિએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે કે તેઓ તેમના પૈસા ગુમાવે નહિ અને ખોટી રીતે નોકરીની ઓફર કરનારથી ચેતતા રહેવું જોઈએ.
અમે લોકોને સલાહ આપીએ છીએ કે તેઓ કોઈપણ ઓફર સાચી છે તેની ખાતરી કરવા માટે સામેલ કંપનીઓ સાથે તપાસ કરીને પોતાને સુરક્ષિત કરે.
“કોઈપણ વ્યક્તિ જે વિઝા કૌભાંડનો ભોગ બને છે, તેણે તેના રહેઠાણના દેશમાં અથવા જ્યાં કૌભાંડ થયું છે તે દેશમાં તેમની સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓને તેની જાણ કરવી જોઈએ.”
આમ,બાંગ્લાદેશના 25 વ્યક્તિઓ જરૂરી વિઝા વિના ન્યુઝીલેન્ડમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા છે કે જેઓ કોઈ એજન્ટનો ભોગ બન્યા છે હવે તેઓ સામે કાયદેસર કાર્યવાહી પણ થશે.
આમ,કોઈપણ એજન્ટ તમને જ્યારે વિદેશ જવાની ઓફર કરે ત્યારે પૈસા આપતા પહેલા તેની ચકાસણી કરવી જરૂરી થઈ પડે છે.