જ્યારે ન્યુઝીલેન્ડે કોવિડ -19 રોગચાળાને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને હળવા કર્યા, ત્યારે લોકોએ દેશ છોડવાનું શરૂ કર્યું છે.  દેશના લોકો નવી તકોની શોધમાં વિદેશ તરફ વળ્યા

કેતન જોશી. નમસ્કાર ગુજરાત ન્યૂઝ .
12 જુલાઈના રોજ જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, મે 2021થી આ વર્ષના મે વચ્ચે 10,674 લોકોએ New Zealand દેશ છોડી (left) દીધો હતો. આ કારણે ગયા વર્ષે પણ દેશ છોડીને જતા લોકોની સંખ્યા ઘણી વધારે હતી. દેશ પહેલાથી જ કામ કરતા લોકોની અછતનો સામનો કરી રહ્યો છે અને આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોનું દેશમાંથી બહાર જવું મુશ્કેલીઓ વધારી રહ્યું છે. સામાન્ય રીતે, કોવિડ (Covid) ને કારણે દેશમાં આવતા પ્રવાસીઓની સંખ્યા ઓછી રહી છે અને હવે સ્થિતિ એવી છે કે દેશના લગભગ તમામ કામ કરતા લોકો કોઈને કોઈ કામમાં વ્યસ્ત હશે, તેથી અર્થવ્યવસ્થા મહત્તમ રોજગારમાં હશે. એટલે કે નવા કામો માટે લોકો ઉપલબ્ધ રહેશે નહીં.

છેલ્લા 12 મહિનામાં 10, 632 લોકોએ New Zealand ને કહ્યું અલવિદા

શું ઓસ્ટ્રેલિયા છે જવાબદાર ?
આ મામલો વધુ જટિલ અને રાજકીય બન્યો જ્યારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની આલ્બનીઝે ગયા અઠવાડિયે એક પ્રશ્નને મુલતવી રાખ્યો કે શું ઓસ્ટ્રેલિયા નર્સની અછતને પહોંચી વળવા ન્યુઝીલેન્ડના લોકોને આકર્ષિત કરી રહ્યો છે. મોટાભાગે યુરોપમાં ન્યુઝીલેન્ડના લોકો પરંપરાગત રીતે તેમના 20 વર્ષના પ્રારંભે અને 30 વર્ષના આરંભે કામ કરવા અને મુસાફરી કરવા માટે વિદેશમાં ગયા છે. ઐતિહાસિક રીતે, નોકરીની તકો અથવા ગરમ હવામાન શોધતા કિવીઓ માટે ઓસ્ટ્રેલિયા પણ લોકપ્રિય સ્થળ છે.

આશરે 10 લાખ ન્યુઝીલેન્ડના લોકો, અથવા દેશની વસ્તીના 15 ટકાથી વધુ, વિદેશમાં રહે છે, જે હાલ દેશ માટે જ ચિંતાનો વિષય બન્યું છે. હાલ દેશમાં મોંઘવારીનો પારો પણ આસમાને છે અને મકાનના ભાડા પણ લોકોની આવક પર મોટી અસર પહોંચાડી રહ્યા છે.
જાન્યુઆરીથી જુન સુધી ન્યુઝીલેન્ડમાં એરાઇવલ-ડિપાર્ચરનો રેશિયો
મહિનો એરાઇવલ ડિપાર્ચર
જાન્યુઆરી 15751 22544
ફેબ્રુઆરી 16195 24533
માર્ચ 65864 59868
એપ્રિલ 125282 141592
મે 169038 175457
જૂન 203056 213880

પ્રતિબંધોની અસર જોવા મળી
ન્યુઝીલેન્ડે કોવિડ રોગચાળા દરમિયાન વિશ્વના કેટલાક સૌથી સખત પ્રતિબંધો લાદ્યા હતા. આનો ફાયદો એ થયો કે દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ઓછો હતો અને મૃત્યુ પણ અન્ય દેશોની તુલનામાં ઓછા હતા. પરંતુ પરિણામ એ આવ્યું કે ઇમિગ્રન્ટ્સ દેશમાં આવવાનું બંધ કરી દીધું અને કામ માટે કામદારોની અછત ઊભી થઈ છે. જો કે પ્રતિબંધ દરમિયાન દેશ છોડવા પર કોઈ પ્રતિબંધ ન હતો, પરંતુ પાછા ફરવા પર કડક પ્રતિબંધને કારણે લોકો દેશ છોડી રહ્યા ન હતા. આ કારણે 2019-20માં બહાર જવા માંગતા લોકો પણ મોટી સંખ્યામાં હતા પરંતુ રોગચાળાને કારણે રોકાયા હતા.