આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય-અમેરિકન ઉપરાષ્ટ્રપતિએ ભારતીય વડાપ્રધાનનું સ્વાગત કર્યું છે.

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) સાથે મુલાકાત કરી હતી. આ મિટિંગમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ એક સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કમલા હેરિસે પીએમ મોદી (PM Modi) ને કહ્યું કે, યૂએસ (USA)  ભારત સરકારની તે જાહેરાતનું સ્વાગત કરે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત ટૂંક સમયમાં જ કોરોના વેક્સીન (Corona Vaccine) ની નિકાસ ફરીથી શરૂ કરશે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આ મુલાકાત દરમિયાન ભારત (India) અને અમેરિકાને એકબીજાના પ્રાકૃતિક ભાગીદાર ગણાવ્યા છે.

Kamala Harris ની પ્રશંસા

બેઠક બાદ જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં પીએમ મોદીએ અમેરિકી વહીવટીતંત્ર અને કમલા હેરિસની પ્રશંસા કરી અને કહ્યું, ‘થોડા મહિના પહેલા મને તમારી સાથે ટેલિફોન દ્વારા વિગતવાર વાત કરવાની તક મળી હતી. આ તે સમય હતો જ્યારે ભારત કોરોનાની બીજી લહેરની પકડમાં હતું. તે સમયે તમે જે રીતે ભારત સાથે લગાવ રાખ્યો હતો. ભારતને મદદ કરવા માટે પગલાં લેવા બદલ હું તમારો આભાર માનું છું. મહામારીની બીજી લહેર દરમિયાન, અમેરિકી સરકાર, કંપનીઓ અને ભારતીય સમુદાય બધા મળીને ભારતની મદદ માટે ભેગા થયા.