ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા કેસમાં તપાસ કરી રહેલી કેનેડિયન પોલીસ ટૂંક સમયમાં બે લોકોની ધરપકડ કરી શકે છે.
કેનેડાના ગ્લોબ એન્ડ મેલના અહેવાલ અનુસાર, તપાસકર્તાઓ માને છે કે બંને એક સાથે મળીને નિજ્જરની બ્રિટિશ કોલંબિયામાં ગોળી મારીને હત્યા કરી છે.
અહેવાલમાં જણાવાયુ છે કે શંકાસ્પદ લોકો પોલીસની નજર હેઠળ છે અને થોડાજ સમયમાં તેઓની ધરપકડ કરી શકે છે.
નિજ્જરની હત્યા કર્યા બાદ હત્યારાઓએ કેનેડા છોડ્યું ન હતું અને મહિનાઓથી પોલીસની નજર હેઠળ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ કથિત હત્યારાઓની ધરપકડ બાદ તેઓની તપાસ કર્યા બાદ ભારત સરકારની સંડોવણીના લાગેલા આરોપ અંગે સ્પષ્ટતા આપશે.
મહત્વનું છે કે નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોવાનો આરોપ લાગ્યો છે.આપને જણાવી દઈએ કે ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.
ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર કેનેડાએ અત્યાર સુધી આ આરોપોને સમર્થન કરતા કોઈ પુરાવા કે માહિતી શેર કરી નથી.

ગત જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારા બહાર નિજ્જરનીગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
કેનેડાનું માનવું છે કે ભારતીય અધિકારીના કહેવાથી અન્ય એક ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા એક ભારતીય નાગરિકને અમેરિકાએ દોષિત ઠેરવ્યો હતો તેથી આ કેસમાં પણ કેનેડા ભારત સામે આરોપ લગાવી રહ્યું છે,

જો કે, ભારતેઆ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે.અગાઉ પણ વિડિઓ ક્લિપ અને સાક્ષીઓના નિવેદનોના આધારે દાવો કરવામાં આવ્યો હતો કે નિજ્જરની હત્યામાં છ લોકો અને બે વાહનોનો ઉપયોગ સામેલ હોવાનું કહેવાયુ હતું.
જોકે હવે અહેવાલ છે કે કેનેડિયન પોલીસ ટૂંક સમયમાં નિજ્જર હત્યા કેસમાં બે લોકોની ધરપકડ કરી શકે છે.

મહત્વનું છે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે ભારતીય એજન્ટો તેમના દેશમાં ઘૂસીને ખાલિસ્તાની આતંકવાદીને મારી નાખ્યો છે.
જવાબી કાર્યવાહીમાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે હરદીપ સિંહ નિજ્જરની બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ વર્ષની 18મી જૂને તેની હત્યા કરવામાં આવી હતી.
હત્યા બાદ કેનેડામાં ખાલિસ્તાન તરફી જૂથોએ ભારત તરફ આંગળી ચીંધવાનું શરૂ કર્યું.
આ જ કારણ છે કે ટ્રુડોએ કહ્યું કે, ‘કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારનો હાથ હોવો એ અમારી સાર્વભૌમત્વનું ઉલ્લંઘન હોવાનું જણાવી ભારત સામે આરોપ લગાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સતત કહી રહ્યું છે કે કેનેડા ખાલિસ્તાની આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યું છે.
કેનેડામાં માત્ર ખાલિસ્તાની આતંકવાદીઓ જ નહીં, ગેંગસ્ટરો પણ છુપાઈને રહેવા લાગ્યા છે. ખાલિસ્તાની આતંકવાદીઓએ કેનેડામાં બેસીને ભારત વિરુદ્ધ ઝેરીલા નિવેદનો આપે અને કાવતરા ઘડે છે. છતાંપણ કેનેડા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ભારતે તો ત્યાં સુધી કહ્યું છે કે તે નિજ્જરની હત્યાની તપાસમાં અમે પૂરો સહયોગ આપવા તૈયાર છે પણ એ પહેલાં કોઈ આધાર પુરાવા સાથે વાત કરવી જોઈએ.
જોકે,હવે આ મામલામાં કેનેડામાં જ હત્યારા હોવાની વાત સામે આવતા દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.