દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવી રહ્યો છે કે મોદીજી હવે 75 વર્ષના થવા જઈ રહયા છે ત્યારે ભાજપના નિયમ મુજબ તેઓ નિવૃત્તિ લેશે ખરા?તે સવાલના જવાબમાં અમિત શાહે કહ્યુ હતુ કે મોદીજી વડાપ્રધાન પણ બનશે અને ટર્મ પણ પૂરી કરશે એટલું જ નહીં પણ ભવિષ્યમાં પણ વડાપ્રધાન મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે.’

દિલ્હીના CM કેજરીવાલ શુક્રવારે જેલમાંથી બહાર આવ્યા બાદ શનિવારે તેઓ દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત પ્રાચીન હનુમાનજીના મંદિરે પત્ની સુનીતા સાથે પહોંચ્યા હતા અને શ્રી હનુમાનજીની પૂજા કરી હતી આ સમયે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાય અને સંજય સિંહે પણ શ્રી હનુમાનજી દાદાની પૂજા કરી હતી આ સમયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા.

શ્રી હનુમાનજીના મંદિરમાં પૂજા કર્યા બાદ અરવિંદ કેજરીવાલ કનોટ પ્લેસ ખાતે શનિ મંદિર અને નવગ્રહ મંદિર પહોંચ્યા હતા.

ત્યારબાદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને પ્રેસ-કોન્ફરન્સ કરી હતી અને તેમણે પત્રકારોને કહ્યું- મિત્રો, હું જેલમાંથી છૂટ્યા બાદ અત્યારે હું અને મારો પરિવાર હનુમાનજી, શિવજી અને શનિ મહારાજની પૂજા કરીને આવ્યા છીએ. હનુમાનજીની અમારા પર વિશેષ કૃપા છે અને બજરંગબલીની કૃપાથી જ હું અચાનક તમારી વચ્ચે આવ્યો છું નહીતો મારા આવવાની કોઈને અપેક્ષા નહોતી.

કેજરીવાલે કહ્યું- આપણી આમ આદમી પાર્ટી નાની પાર્ટી છે અને વડાપ્રધાને એને કચડી નાખવા કોઈ કસર રાખી નથી અને એકસાથે અમારી પાર્ટીના 4 મોટા નેતાને જેલમાં ધકેલવામાં આવ્યા હતા.
તેઓએ કહ્યું કે મોદીજીએ અડવાણી, મુરલી મનોહર, સુમિત્રા મહાજન, શિવરાજ, વસુંધરા રાજે, ખટ્ટર, રમણ સિંહની રાજનીતિ ખતમ કરી નાખી છે. હવે યોગીનો વારો છે.
જો ચૂંટણી જીત્યા તો બે મહિનામાંજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ બદલાઈ જશે આ તાનાશાહી છે.
વન નેશન-વન લીડર.
તેઓ ઈચ્છે છે કે દેશમાં એક જ તાનાશાહ રહે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે, ‘મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થવા જઈ રહ્યા છે અને 2014માં મોદીજી જ નિયમ લાવ્યા હતા કે ભાજપમાં જે 75 વર્ષના નેતા થાય એટલે તેઓ નિવૃત્ત ગણાશે.
આજ નિયમ હેઠળ ભાજપના લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, યશવંત સિંહા નિવૃત્ત થઈ ચૂક્યા છે.
ત્યારે હવે મોદીજી પોતે જ આવતા વર્ષે 17મી સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે ત્યારે 17 સપ્ટેમ્બર તેમનો છેલ્લો દિવસ હોઈ શકે છે, તેઓએ કહ્યું કે ‘જો મોદી નિવૃત્ત થાય તો હું ભાજપને પૂછવા માંગુ છું કે તમારા આગામી વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે?’

ઉપરાંત કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે ‘જો ભાજપની સરકાર બનશે અમિત શાહને વડાપ્રધાન બનાવશે. મોદી પોતાના માટે નહીં પણ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે.’

જોકે,કેજરીવાલ સિવાય તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ વડાપ્રધાન મોદીને સવાલ કર્યો છે કે, ‘આવતા વર્ષે તમે 75 વર્ષના થઈ જશો, તો શું તમે નિવૃત્તિ માટે તૈયાર છો?’
આમ,હવે ભાજપના નિયમ પ્રમાણે ખુદ મોદીજી 75 વર્ષના થાય તો તેવો નિવૃત્તિ લે અને ત્યારબાદ વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ?તેવા સવાલો વિપક્ષ ઉઠાવી રહયા છે એવા સમયે અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીજ આગામી વડાપ્રધાન રહેશે અને ભાજપમાં આવો 75 વર્ષ પછી નિવૃત્તિ જેવો કોઈ નિયમ નથી!!
અમિત શાહે કહ્યું કે, ‘હું અરવિંદ કેજરીવાલ અને ઈન્ડિ ગઠબંધનને કહેવા માંગુ છું કે, મોદીજી 75 વર્ષના થઈ રહ્યા હોવાથી તમારે ખુશ થવાની બિલકુલ પણ જરૂર નથી અને બીજું કે ભાજપના બંધારણમાં એવું કઈ નથી લખ્યું કે, મોદીજી ફરી વડાપ્રધાન ના બની શકે. તેઓ ફરી વડાપ્રધાન બનશે અને ટર્મ પણ પૂરી કરશે અને ભવિષ્યમાં પણ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે.’
ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ કેજરીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કેજરીવાલ અને ઈન્ડિ ગઠબંધન નિષ્ફળતા અનુભવી રહ્યું હોય લોકોને ભ્રમિત કરવાના ઉદ્દેશ્યથીહવે મોદીજીની ઉંમરનું બહાનું લઈને રસ્તો શોધી રહ્યા છે, ભાજપના બંધારણમાં ક્યાંય પણ 75 વર્ષ બાદ નિવૃત્તિની વાત નથી.
આમ,કેજરીવાલ બહાર આવતા જ ભાજપ અને વિરોધ પક્ષના નેતાઓ વચ્ચે ફરી પ્રચાર વોર અને નિવેદનો નો મારો શરૂ થયો છે.