લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ગુજરાત સહિત 11રાજ્યોમાં 93 બેઠકો પર મતદાન સંપન્ન થયું હતું.

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની 25 બેઠકો સહિત ગોવાની 2 બેઠકો, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 1-1 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

આ સાથેજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના 1300 ઉમેદવારોનું રાજકીય ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયું છે. ગુજરાતની કુલ 26 પૈકી સુરત લોકસભા બેઠક પર મતદાન થયુ નહિ કારણ કે ભાજપના ઉમેદવાર મુકેશકુમાર દલાલ પહેલાથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોય ગુજરાતની 25 લોકસભાની બેઠક ઉપર મતદાન થયું હતું.
જ્યારે પાંચ વિધાનસભાની બેઠક વાઘોડિયા,પોરબંદર, વિજાપુર, ખંભાત, માણાવદર ઉપર પણ મતદાન થયું હતું પરિણામે અહીં મતદારોએ બે વખત મતદાન કર્યું હતું.

ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ રાત્રે 8 વાગ્યા સુધીના જે આંકડા સામે આવ્યા તે મુજબ 61.45 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચ તરફથી મળેલી માહિતી અનુસાર આસામ અને પશ્ચિમ બંગાળમાં બમ્પર વોટિંગ જોવા મળ્યું છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં મતદાનની ગતિ ધીમી જોવા મળી હતી, સિવાય કે પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું

આસામમાં 75.26, બિહારમાં 56.55, છત્તીસગઢમાં 66.99, ગોવામાં 74.27, ગુજરાતમાં 56.76, કર્ણાટકમાં 67.76, મધ્ય પ્રદેશમાં 63.09, 54.77, મહારાષ્ટ્રમાં 54.77, મહારાષ્ટ્રમાં 73.73. બંગાળ અને દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં 65.23 ટકા મતદાન નોંધાયું છે. મતદાનની ટકાવારીના આંકડા રાત્રે 8 વાગ્યા સુધીના છે
ત્રીજા તબક્કાના મતદાનમાં મોદી સરકારના 10 મંત્રીઓ મેદાને જંગમાં છે,જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે અને એસપી સિંહ બઘેલ સામેલ છે.
ત્રીજા તબક્કા બાદ લોકસભાની 543 બેઠકોમાંથી 283 બેઠકો માટે ચૂંટણી પૂર્ણ થઇ છે.

હવે ચોથો તબક્કો 13 મેના રોજ, પાંચમો તબક્કો 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું આયોજન 25 મેના રોજ અને સાતમા તબક્કાનું આયોજન 1 જૂને થશે.

લોકસભાની 25 બેઠકો 266 ઉમેદવારોનાં ભાવિ EVMમાં સીલ થઈ ગયાં છે. વિપક્ષના ધારાસભ્યોવાળી સાતેય બેઠક પર મતદાનની ટકાવારી ઊંચી રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠક પર મતદાન નિરસ રહ્યું છે

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું.

શહેરી વિસ્તારમાં 33,513 મતદાન મથક, ગ્રામ્ય વિસ્તારમાં 17,275 મતદાન મથક, ગુજરાતમાં મહિલા સંચાલિત 1,225 મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા.

મતદાનના દિવસે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કંટ્રોલરૂમ સહિત EVM સંબંધી 11, આદર્શ આચારસંહિતા સંબંધી 21 તથા બોગસ વોટીંગ, કાયદો વ્યવસ્થા, ક્રાઉડીંગ વગેરે અંગે 18 અને અન્ય 42 મળી કુલ 92 ફરિયાદો મળી છે. અન્ય માધ્યમો થકી તા. 6 મે સુધી 2,384 મળી અત્યાર સુધીમાં કુલ 2,476 ફરિયાદો મળી છે.