ગુજરાતી ફિલ્મે રચ્યો ઇતિહાસ, મસૂરી, લંડન અને મુંબઇમાં થશે શૂટિંગ, વિકાસ બહેલ ફિલ્મના ડિરેક્ટર
અજય દેવગણ ઉપરાંત આર. માધવન પણ ફિલ્મના કલાકાર, સુપર 30 અને ક્વિનના ડાયરેક્ટર વિકાસ બહેલ નિર્દેશક
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
‘કૈથી’ અને ‘દ્રશ્યમ’ની રિમેક બાદ અજય દેવગણે હવે નવી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. વર્ષ 2023માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’એ શાનદાર બિઝનેસ કર્યો હતો અને હવે અજય દેવગણે આ સાયકોથ્રીલર સિરીઝને હિન્દીમાં લાવવાની જવાબદારી લીધી છે. ખાસ વાત એ છે કે આમાં તેની સાથે આર. માધવન પણ જોવા મળશે. અજય દેવગણ થોડા સમય પહેલા બોક્સ ઓફિસ પર ‘ભોલા’ લઈને આવ્યા હતા. જે બિઝનેસની દૃષ્ટિએ એવરેજ સાબિત થઈ હતી. અગાઉ તેમની ‘દ્રશ્યમ 2’ સુપરહિટ રહી હતી. જોકે હાલ તો ગુજરાતી ફિલ્મ વશની રિમેક બોલિવૂડમાં બનતી હોવાને પગલે ગૌરવ લેવા જેવી જ બાબત સાબિત થઇ છે.
ક્રિષ્નદેવ યાજ્ઞિકે બનાવી હતી “વશ”
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અલગ જ પ્રકારની ફિલ્મો આપવા માટે ક્રિષ્નદેવ યાજ્ઞિક જાણીતા છે. વશ તેમાંની એક ફિલ્મ છે જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં હિતેનકુમારનો અભિનય શાનદાર રહ્યો હતો અને મુખ્ય રોલમાં જાનકી બોડીવાલા છવાઇ ગઇ હતી. તો ફિલ્મમાં હિતુ કનોડિયા અને નિલમ પંચાલનો પણ દમદાર અભિનય જોવા મળ્યો હતો. આ ફિલ્મના ટ્રેલરમાં “હું માણસ નથી, રાક્ષસ છું,” હિતેન કુમારનો ડાયલોગ તેમના અલગ પાત્રની છાપ દર્શકો પર છોડી ગયો હતો અને હવે કદાચ અજય દેવગણના મુખેથી આ ડાયલોગ સાંભળવા મળી શકે છે.
‘સુપર 30’ અને ‘ક્વીન’ ના ડિરેક્ટર બનાવશે હિન્દી ‘વશ’
‘સુપર 30’ અને ‘ક્વીન’ જેવી ફિલ્મો બનાવનાર વિકાસ બહલ ગુજરાતી ફિલ્મ વશની હિન્દી રિમેક બનાવવા જઈ રહ્યો છે. આ રિમેકમાં અજય દેવગણથી લઈને આર માધવન જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે આ બંને સ્ટાર્સ સાથે કામ કરશે. હાલમાં કાસ્ટ લોક છે. ટૂંક સમયમાં સ્ટારકાસ્ટ અને ટીમ આ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરશે.
‘વશ’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે
અજય દેવગન જૂનમાં ‘વશ’ રિમેકનું શૂટિંગ શરૂ કરશે. તેનું શૂટિંગ મૈસુર, લંડનથી મુંબઈ સુધી કરવામાં આવશે. જો અજય દેવગન, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક તેને પ્રોડ્યુસ કરે તો તે સીધો વિકાસની ચર્ચા હશે.
અજય દેવગનની આવનારી ફિલ્મો
અજય દેવગનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં જ ફિલ્મ મેદાન સાથે આવી રહ્યો છે જે જૂન 2023માં રિલીઝ થશે. આ સિવાય અભિનેતા ‘ચાણક્ય’ અને ‘રેઈડ 2’ જેવી ફિલ્મોમાં પણ કામ કરી રહ્યો છે. જો કે, તેમની જાહેરાત થવાની બાકી છે.