સાદગી,સ્વદેશી-સ્વભાષા-સત્યાગ્રહ અને સાધનશુદ્ધિના ગાંધી-વિચારો
ભારતના પુન: નિર્માણ માટે મહત્વપૂર્ણ – કેન્દ્રીય ગૃહ-સહકારમંત્રીશ્રી
દુનિયાના સૌથી મોટા બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી દેશને મુક્ત કરવાનું ગાંધી- સંકલ્પબળ આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત – શ્રી અમિતભાઈ શાહ
ગાંધીજીનું ખેતી – ખાદી થકી સ્વરાજનું સ્વપ્ન આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાકાર કરી રહ્યા છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિત ભાઈ શાહે શહિદ સ્મૃતિ અને ગાંધી નિવાર્ણ દિન નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભીંતચિત્રના અનાવરણ પ્રસંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાદગી, સ્વદેશી, સ્વભાષા, સત્યાગ્રહ અને સાધનશુદ્ધિ જેવા વિચારો ભારતના પુન: નિર્માણ માટે આજે પણ એટલા જ મહત્વના અને પ્રસ્તુત છે
આ અવસરે ભારત સરકારના MSME મંત્રી શ્રી નારાયણ રાણે કહ્યું કે, અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસમાં સ્થાપિત મહાત્મા ગાંધીજીનું આ ભીંતચિત્ર થકી પૂજ્ય બાપુને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખાદી થકી રોજગાર સર્જનના વિચારને નવું બળ પૂરું પાડ્યું છે.
અમિતભાઈ શાહે આ અનાવરણ પ્રસંગે જનસમૂહને સંબોધતા કહ્યું કે, દુનિયાના સૌથી મોટા બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી દેશને મુક્ત કરવાનું ગાંધી- સંકલ્પબળ આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.
આ અવસરે ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન(KVIC)ના ચેરમેન વી.કે.સક્સેનાએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ખાદી અને ગ્રામોદ્યોગને અવિરત પ્રોત્સાહન પ્રાપ્ત થઈ રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે ખાદી-ગ્રામોદ્યોગમાં 135 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. શ્રી સક્સેનાએ માટીની કુલડીમાંથી બનેલા મહાત્મા ગાંધીના ભીંતચિત્રના અનાવરણ પ્રસંગે પધારવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમાર, રાજ્યમંત્રી સર્વશ્રી હર્ષભાઇ સંધવી, જગદીશભાઇ પંચાલ, મેયરશ્રી કિરિટભાઇ પરમાર, પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદશ્રી કિરિટભાઇ સોલંકી, ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, ભાજપ અગ્રણી સુરેન્દ્રભાઇ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.