અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમો આજે તા.11 ફેબ્રુઆરીએ સામસામે ટકરાશે.

આ પહેલા ભારતીય ટીમે સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.

જ્યારે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
હવે બંને ટીમો ફાઇનલમાં ટાઈટલ માટે આજે ટકરાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.

ટીમ ઈન્ડિયા છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
મહત્વનું છે કે અત્યાર સુધી ભારતીય ટીમ રેકોર્ડ 5 વખત અંડર-19 વર્લ્ડ કપ જીતી ચૂકી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકશે.
આ સિવાય તમે Disney Plus Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો.
હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, તમે Disney Plus Hotstar પર અન્ય ઘણી ભાષાઓમાં ટાઇટલ મેચનો આનંદ માણી શકશો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે 6 વર્ષ બાદ ફરી એકવાર ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં સામસામે ટકરાશે.
ભારતની અંડર-19 ટીમે 2012 અને 2018ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને આ વખતે પણ તે ટાઇટલ મેચમાં પ્રબળ દાવેદાર હશે.

ભારતના 18 અને 19 વર્ષના યુવા ક્રિકેટરો ફરી ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ જીતીને રેકોર્ડ સર્જશે.
છઠ્ઠા ICC અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે તેઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ટીમો નીચે મુજબ છે.

ભારત:

ઉદય સહારન (કેપ્ટન), અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, અરવલી અવનીશ રાવ (વિકેટકીપર), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન), મુરુગન અભિષેક, ઇનેશ મહાજન (વિકેટકીપર) ), ધનુષ. ગૌડા, આરાધ્યા શુક્લા, રાજ લિંબાણી, નમન તિવારી.

ઓસ્ટ્રેલિયા:

હ્યુગ વેબજેન (કેપ્ટન), લચલાન આઈટકેન, ચાર્લી એન્ડરસન, હરકીરત બાજવા, મહાલી બીર્ડમેન, ટોમ કેમ્પબેલ, હેરી ડિક્સન, રેયાન હિક્સ (wk), સેમ કોન્સ્ટાસ, રાફેલ મેકમિલન, એડન ઓ’કોનોર, હરજસ સિંહ, ટોમ સ્ટ્રેકર, કેલમ વિડલર, ઓલી પીક.