પીહા બીચ પર દરિયાના મોજામાં બંન્ને તણાયા, ભારતીય હાઇ કમિશન દ્વારા પરિવારને જાણ કરાઇ

અંશુલ શાહ અમદાવાદના ધરણીધર વિસ્તારનો રહેવાસી, પત્નીની નજર સામે જ થયું મોત

નમસ્કાર ગુજરાત ન્યુઝ ઓકલેન્ડ શનિવારે સાંજે પશ્ચિમ ઓકલેન્ડના પીહા ખાતે પાણીમાં મુશ્કેલીમાં આવી જતાં બે લોકોના મોત થયા છે. આ બંને યુવક અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. ઇન્ડિયન હાઈ કમિશન દ્વારા પણ બેનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અમદાવાદ ખાતે રહેતાં તેમના માતાપિતાને જાણ કરવામાં આવી છે.

ઘટનામાં 28 વર્ષીય સૌરિન નયનકુમાર પટેલ અને 31 વર્ષીય અંશુલ શાહનું મોત થયું છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે પીહા બીચ પર ઇમરજન્સી ક્રૂને સાંજે 6 વાગ્યા પછી બોલાવવામાં આવ્યા હતા. લાઇફગાર્ડ્સ દ્વારા કિનારે લાવવામાં આવતાં બે લોકો પ્રતિભાવવિહીન હતા, અને તેમને પુનર્જીવિત કરવામાં અસમર્થ હતા.સૌરીન પટેલ, 28, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા જે ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ આવ્યા હતા, જ્યારે અંશુલ શાહ, ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતો હતો અને નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતો.નોંધનીય છે કે ઓકલેન્ડ શહેર વિસ્તારમાં 48 કલાકની અંદર પાંચ ડૂબી જવાના અહેવાલ છે.

ભારતીય હાઇ કમિશન હાલ પરિવારના સંપર્કમાં છે અને મૃતદેહને પરત મોકલવા અંગે તજવીજ હાથ ધરી છે. અંશુલ અને સૌરીન પેટ્રોલિંગ વિસ્તારની બહાર સ્વિમિંગ કરી રહ્યા હતા, તેમને લાઇફગાર્ડ્સ દ્વારા કિનારે લાવવામાં આવ્યા હતા જેમણે તેમને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું તેમાં નિષ્ફળતા મળી હતી. સત્તાવાળાઓ કહે છે કે સપ્તાહના અંતમાં ઓકલેન્ડની આસપાસના દરિયામાં પાંચ લોકોના મોત થયા છે, જે મંગળવારથી સમગ્ર ન્યુઝીલેન્ડમાં ડૂબવાથી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 10 પર પહોચી છે.

શાહ પરિણીત હતો અને હાઇ કમિશન સેકન્ડ સેક્રેટરી દાસે જણાવ્યું હતું કે ઘટના બની ત્યારે તેની પત્ની પીહા બીચ પર હાજર હતી. યુનાઇટેડ નોર્થ પીહા સર્ફ લાઇફસેવિંગ ક્લબના પ્રમુખ રોબર્ટ ફર્ગ્યુસન લાઇફગાર્ડ્સ, પ્રથમ પ્રતિસાદ આપનારાઓ અને બાયસ્ટેન્ડર્સના પ્રયત્નોની પ્રશંસા કરી હતી પરંતું દુઃખ સાથે જણાવ્યું હતું કે તેઓ બંનેનો જીવ બચાવી શક્યા નહતા. જીવ બચાવવા માટે શક્ય તેટલું બધું કર્યું, જેમણે દુર્ઘટના બની તે પહેલાં બીચ પર આ લોકોએ માત્ર 30 મિનિટ વિતાવી હતી. તેમણે કહ્યું કે દરેક જણ ઘટનાઓથી હચમચી ગયા હતા, તેનો અંત સૌથી ખરાબ રીતે થયો હતો.ફર્ગ્યુસને જણાવ્યું હતું કે, “ગઈકાલે રાત્રે કોઈ સારી રીતે સૂઈ શક્યું ન હતું,” .તેમણે કહ્યું કે લાઇફસેવિંગ ક્લબનું સ્વયંસેવક પેટ્રોલિંગ તે દિવસ માટે બંધ થઈ રહ્યું હતું જ્યારે ટાવરમાં એક લાઇફગાર્ડે લાયન રોકથી 200 મીટરની આસપાસ નદીના મુખ પાસે પાણીમાં બે લોકોને જોયા હતા.