હેકરોએ બિટકોઇન મુદ્દે બિટકોઈનને લઈને બે ટ્વિટ કરી, PMO એ હેક થવા અંગે આપ્યું સમર્થન

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
એકાઉન્ટ હેક થવા અંગે આપણે અનેક વખત સાંભળ્યું હશે પરંતુ આ વખતે હેકરોએ ખુદ પીએમ મોદીને જ નિશાન બનાવ્યા છે. શનિવારે મોડી રાત્રે પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું અને આ વાત ખુદ PMO એ જ સ્વિકારી છે. આ દરમિયાન બિટકોઈનને લઈને બે ટ્વિટ કરવામાં આવી હતી. જોકે હવે તેમનું અકાઉન્ટ સુરક્ષિત છે.

3 મિનિટમાં બિટકોઇન મુદ્દે કરી 2 ટ્વિટ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સમય સમય પર, તે સામાજિક મુદ્દાઓ પર ટ્વિટર પર પોતાની વાત રાખે છે. હેકરે 3 મિનિટની અંદર ટ્વીટ કરી દીધી. આનાથી હડકંપ મચી ગયો છે. આ ટ્વીટ મોડી રાતે લગભગ 2.11 વાગ્યાથી 2.15ની વચ્ચે કરવામાં આવી. જો કે આ ટ્વીટને થોડી જ વારમાં ડિલીટ કરી દેવામાં આવી હતી.

સુરક્ષા મુદ્દે ગંભીર ખતરો
સોશિયલ મીડિયા યુઝર્સે આને સુરક્ષાનો ગંભીર ખતરો અને બિટકોઈન માફિયાનું કામ ગણાવ્યું. અનેક લોકોએ શંકા વ્યક્ત કરી કે આ ઘટના બાદ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવી શકાય છે. પરંતુ આને ડિલીટ કરતા બીજું ટ્વીટ 2.14 વાગે આવ્યુ. જો કે બન્નેમાં એક સમાન વાત લખી છે. જો કે તેમાં પણ એજ વાત લખી હતી જે ડિલીટ કરી દેવામાં આવી.

હેકિંગ અંગે PMOએ આપ્યું સમર્થન
બાદમાં PMO india ના ટ્વિટર હેન્ડલ પરથી આ વાતની જાહેરાત કરવામાં આવી હતી કે PM મોદીનું ટ્વિટર અકાઉન્ટ થોડા સમય માટે હેક થઈ ગયું હતું જેણે ટૂંકા જ ગાળામાં રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે. એ દરમિયાન થયેલી ટ્વીટ્સની અવગણના કરવા માટે જણાવાયું હતું.