કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયાના બ્રેમ્પટનમાં ગુરુવારે મધ્યરાત્રિએ લગભગ 1:30 વાગ્યે એક કાર અન્ય વાહન સાથે અથડાતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બર્થડે પાર્ટી મનાવી પરત ફરી રહેલા બર્થડે બોય સહિત 3 ભારતીયોના કરુંણ મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

કરૂણતા તો એ છે કે મૃતકોમાં બે સગા ભાઈ અને મિત્રનો સમાવેશ થાય છે.

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ ભારતીયોની ઓળખ થઈ ગઈ છે.
આ અકસ્માતમાં 23 વર્ષીય રિતિક છાબરા, તેનો નાનો ભાઈ 22 વર્ષીય રોહન છાબરા અને તેમના મિત્ર 24 વર્ષીય ગૌરવ ફાસગેનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.

અકસ્માત અંગે પોલીસે આપેલી માહિતી મુજબ હૃતિક અને રોહન ચંદીગઢના હતા જ્યારે ગૌરવ પુણેનો હોવાની વિગતો સામે આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ રિતિક છાબરાનો જન્મદિવસ હોય
ત્રણેય જન્મ દિવસની પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો આમ,જન્મ દિવસે જ બર્થડે બોય અને તેના મિત્રોના મોત થતાં તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે.

મૃતક ત્રણેય એક બ્યુટી સલૂનમાં કામ કરતા હતા અને સલૂનના માલિકે ત્રણેયના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સલૂન માલિકે જણાવ્યું કે ત્રણેય છોકરાઓ તેમના પરિવારના સભ્યો જેવા હતા અને ખુબજ કામ કરતા હતા.
આ ઘટના ને લઈ સબંધીતોમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.