અમેરિકામાં ભારતીય મૂળની 21 વર્ષીય યુવતીનું અકસ્માતમાં કરુણ મોત થયું છે.

ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટે ટ્વિટર પર જણાવ્યું હતું કે ભારતીય મૂળની મહિલા અર્શિયા જોશીનું પેન્સિલવેનિયામાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

દૂતાવાસે અર્શિયા જોશીના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
કોન્સ્યુલેટે કહ્યું કે તે અર્શિયા જોશીના પરિવાર અને સ્થાનિક નેતાઓના સતત સંપર્કમાં છે. દૂતાવાસે અર્શિયાના મૃતદેહને ભારત પરત લાવવા માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
ટ્વિટર પર એક પોસ્ટમાં, ભારતીય કોન્સ્યુલેટે કહ્યું કે 21 માર્ચે પેન્સિલવેનિયામાં એક દુ:ખદ કાર અકસ્માત થયો હતો, જેમાં અર્શિયા જોશીનું મૃત્યુ થયું હતું. અર્શિયાના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના, તેના આત્માને શાંતિ મળે. વધુમાં લખવામાં આવ્યું છે કે અર્શિયાના પાર્થિવ દેહને શક્ય તેટલી વહેલી તકે ભારત લાવવા માટે તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે.