ભારતમાં હવે ટૂંક સમયમાં જ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ થઈ જશે પરિણામે કારને ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર રહેશે નહીં, તમારો નંબર આપમેળે જીપીએસ દ્વારા ટ્રેક થઈ જશે અને પછી ખાતામાંથી પૈસા કપાઈ જશે.

ટોલ પ્લાઝા ઉપર લોકોને લાંબો સમય લાઈનમાં ઉભા રહેવું પડતું હતુ ત્યારબાદ ફાસ્ટેગ આવ્યા જેમાં થોડી રાહત થઈ ટોલ પર ફાસ્ટેગ રીડ થયા પછી પૈસા કપાય અને પછી બેરિકેડ સામે ખુલે છે જોકે, તેમાં પણ સમય લાગતો હતો પણ હવે આધુનિક સિસ્ટમ આવતા ટોલ પ્લાઝા પર બ્રેક લગાવવાની પણ જરૂર નહીં પડે, તમારી કારને અહીં કોઈ રોકશે નહી,કારણ કે ટૂંક સમયમાં જ દેશભરમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે.
ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી પોતે ઘણી વખત આ જાણકારી આપી ચૂક્યા છે.
જૂની ટોલ સિસ્ટમ ખતમ થયા પછી સૌથી મોટી સગવડ એ થશે કે તમારે કોઈ પણ સંજોગોમાં કારને રોકવાની જરૂર રહેશે નહીં, એટલે કે જ્યારે ટોલ આવે ત્યારે તમે સ્પીડ ઓછી કર્યા વગર જ આગળ નીકળી જશો અને ઓટોમેટિક ટોલ કપાઈ જશે.

સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમનો બીજો ફાયદો એ છે કે તમે જેટલા કિલોમીટર મુસાફરી કરશો તેટલોજ ટોલ કપાશે.
એટલે કે, જો તમે તમારી મુસાફરી ટોલ કરતા ઘણા ઓછા અંતરથી શરૂ કરી હોય, તો તમારી પાસેથી તે મુજબ ચાર્જ લેવામાં આવશે. જેવી તમારી કાર ટોલ પાર કરશે કે તરત જ તમારા ખાતામાંથી પૈસા ઓટોમેટીક કપાઈ જશે.
આ જીપીએસ આધારિત સિસ્ટમ હશે. તેને વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી ગણાવવામાં આવી રહી છે.
બીજું કે આ સિસ્ટમમાં કોઈની વગ નહિ ચાલે અને કોઈપણ વાહન નીકળતા જ ઓટોમેટિક પૈસા કપાઈ જશે.