ભારતીય નાણા મંત્રાલય હેઠળના ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયા દ્વારા નવ ઑફશોર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સને કારણ દર્શક નોટિસ મોકલી છે.
આ સિવાય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને તેમના URL ને બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ કંપનીઓને સ્થાનિક મની લોન્ડરિંગ કાયદાઓનું પાલન કર્યા વિના દેશમાં ગેરકાયદેસર રીતે કામ કરવા બદલ નોટિસ આપવામાં આવી છે.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં કાર્યરત ઓફશોર અને ઓનશોર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઈડર્સ અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ અને ફિયાટ કરન્સી વચ્ચે વિનિમયને સક્ષમ કરતા સાધનો, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના ટ્રાન્સફર અને એડમિનિસ્ટ્રેશન અથવા તેમના પર નિયંત્રણ પ્રતિબંધિત કરવામાં આવશે,પ્રવૃત્તિઓ રજીસ્ટર કરવાની રહેશે.

સરકારે કહ્યું છે કે ભારતમાં કોઈપણ પ્રકારની નાણાકીય સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ-ઈન્ડિયા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની જોગવાઈઓનું પાલન કરવું પડશે.

–આ ક્રિપ્ટો સાઇટ્સનું URL બ્લોક કરવામાં આવશે

(1) Binance 

(2) Kucoin

(3) Huobi

(4) Kraken

(5) Gate.io

(6) Bittrex

(7) Bitstamp

(8) MEXC Global

(9) Bitfinex