અમેરીકન બિઝનેસમેન અને ટેસ્લાના CEO એલન મસ્ક એપ્રિલના અંત સુધીમાં ભારત આવશે અને પીએમ મોદી સાથે મુલાકાત કરશે.
આ માહિતી તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી છે.
ટેસ્લા ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવાનું વિચારી રહી હોવાનું મનાય રહ્યું છે. વિશ્વની સૌથી મોટી EV કંપનીના CEO એલન મસ્ક ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ટેસ્લા પોતાનો ઇલેક્ટ્રિક કારનો પ્લાન્ટ સ્થાપવા જમીન શોધી રહયા હોવાનું કહેવાયછે.

રામ નવમીના તહેવાર બાદ એલન મસ્ક PM મોદીને મળી શકે છે. એલન મસ્ક દેશને 25 હજાર કરોડ રૂપિયાના રોકાણ કરી શકે છે. તેઓ અહીં ટેસ્લાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપશે.અહેવાલો એવા પણ છે કે આ માટે તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે જોઈન્ટ વેન્ચર કરી શકે છે.

હાલમાં ટેસ્લાના અમેરિકન યુનિટમાં રાઈટ હેન્ડ કારનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. જેથી તેઓ આ કાર ભારતમાં લાવીને વેચી શકે. નવી EV નીતિ હેઠળ, સરકારે ભારતીય આયાતી વાહનો પરની આયાત જકાત ઘટાડી હતી

એલન મસ્ક પ્રારંભિક તબક્કામાં દેશમાં 25 હજાર કરોડ રૂપિયા એટલે કે 3 અબજ ડોલર સુધીનું રોકાણ કરી શકે છે. આ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે મુંબઈ અને ગુજરાત સરકારોએ જમીન ઓફર કરી છે. ઉપરાંત તેલંગાણા સાથે પણ વાતચીત ચાલે છે. ટેસ્લાને કર્ણાટક અને અન્ય ઘણા રાજ્યોમાંથી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની ઓફર મળી છે. ટેસ્લાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાવાની પણ શકયતા છે.