સુપ્રીમ કોર્ટે 1 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો કર્યો આદેશ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
લખીમપુર ખેરી કેસના આરોપી આશિષ મિશ્રાના જામીન રદ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે 1 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે પીડિત પક્ષને સાંભળ્યો નથી. તેને ઉતાવળમાં જામીન મળી ગયા છે. જેમાં હાઈકોર્ટ આ મામલે ફરી સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચે સોમવારે આ ચુકાદો સંભળાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આદેશ પર યોગેન્દ્ર યાદવે ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું કે મોડું થઈ ગયું છે, પરંતુ અંધારું નથી, ઓછામાં ઓછું આ કિસ્સામાં. આભાર પ્રશાંત ભૂષણ અને દુષ્યંત દવે. જણાવી દઈએ કે 10 ફેબ્રુઆરીના રોજ અલ્હાબાદ હાઈકોર્ટની સિંગલ બેંચે આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા. અગાઉ તે ચાર મહિના સુધી કસ્ટડીમાં હતો. ખેડૂતોએ આશિષ મિશ્રાને આપવામાં આવેલા જામીનનો વિરોધ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે 4 એપ્રિલે આશિષ મિશ્રાના જામીન રદ કરવાની ખેડૂતોની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.