અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા જનારા વિઝા ધારકો માટે ખુશ ખબર સામે આવી છે જેમાં
હવે આવા વિદ્યાર્થીઓ જુના નિયમ મુજબ અસ્થાયી રોકાણને બદલે હવેથી નવા નિયમ પ્રમાણે ઇચ્છા મુજબ અમેરિકામાં વધુ રોકાઈ શકશે અને રોજગાર કરી શકશે.
વિગતો મુજબ અમેરિકા દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયનો વિદ્યાર્થીઓને સીધો લાભ મળવાનો છે અને ત્યાં રહેવાનો સમયગાળો હવે પોતેજ નક્કી કરી શકશે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અમેરિકાએ વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે.
જે નવા ફેરફારો થયા છે તેમાં આ ફેરફાર F અને M શ્રેણીના વિઝા ધારકો માટે કરવામાં આવ્યા છે.
જેમાં US સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ અને રોજગાર શ્રેણીમાં ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરવાનું કહેવામાં આવ્યુ છે.
આ નવા નિયમોમાં વિદ્યાર્થીઓના સ્ટેટસમાં ફેરફાર USમાં તેમના રોકાણનો સમયગાળો વધારવા અને F અને M કેટેગરીમાં વિદ્યાર્થીઓની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેની અરજીઓ સાથે સંબંધિત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ નવી અપડેટ માર્ગદર્શિકા તા.20 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી હતી જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, F અને M વિઝા ધારકો અસ્થાયી રોકાણના સમયગાળા પછી પણ તેમની ઇચ્છા મુજબ અમેરિકામાં રહી શકે છે.
સ્નાતક વિદ્યાર્થીઓ હવે પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સમાં કામ કરવા માટે 36 મહિનાની વૈકલ્પિક વ્યવહારિક તાલીમ મેળવી શકે છે. આ ઉપરાંત આ માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, F વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં તેમની ડિગ્રીના આધારે વૈકલ્પિક પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં વિસ્તરણ માટે અરજી કરી શકે છે.
મહત્વનું છે કે અમેરિકામાં અભ્યાસ કરતા લગભગ 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓ પૈકી 25 ટકાથી વધુ ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
–આવો જાણીએ કે F અને M વિઝા શું છે?
અમેરિકામાં અપાતા M વિઝા વ્યાવસાયિક અભ્યાસ માટે હોય છે જ્યારે F વિઝા સામાન્ય અભ્યાસ માટે આપવામાં આવતા હોય છે. અમેરિકાની કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસના અભ્યાસક્રમના આધારે અરજદારોને F અથવા M વિઝા આપવામાં આવે છે.
જેમાં બંને પ્રકારના વિઝા હેઠળ વ્યક્તિને 60 મહિના સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી આપી શકાય છે.જોકે હવે નવા નિયમો હેઠળ આવા વિઝા ધારકો અસ્થાયી રોકાણના સમયગાળા પછી પણ તેમની ઇચ્છા મુજબ અમેરિકામાં રહી શકે છે.