શ્રીલંકા 8 વર્ષ પછી જીત્યું ખિતાબ, ફાઈનલ મેચમાં શ્રીલંકાએ પહેલા રમતા 20 ઓવરમાં 170 રન બનાવ્યા, જવાબમાં પાકિસ્તાનની ટીમ 147 રન જ બનાવી શકી, રાજાપક્સે, મધુશન, હસારંગા જીતના હીરો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.

દુબઈમાં રમાયેલા એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં શ્રીલંકાએ પહેલા રમતા 20 ઓવરમાં 170 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 147 રન જ બનાવી શકી હતી. શ્રીલંકાએ આઠ વર્ષ બાદ એશિયા કપનો ખિતાબ જીત્યો છે.વનિન્દુ હસરંગા અને ભાનુકા રાજપક્ષે શ્રીલંકાની આ ઝળહળતી જીતના હીરો હતા. હસરંગાએ બોલ અને બેટ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું. હસરંગાએ પહેલા 21 બોલમાં 36 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી અને પછી મહત્વની ત્રણ વિકેટ ઝડપી. બીજી તરફ રાજપક્ષેએ 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ યુવા ઝડપી બોલર પ્રમોદ મધુશને પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 34 રનમાં ચાર વિકેટ લીધી હતી.

પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 49 બોલમાં 55 રન બનાવ્યા હતા. શ્રીલંકાની જીતના હીરો પ્રમોદ મદુશન અને વાનિન્દુ હસરંગા રહ્યા હતા.શ્રીલંકાએ પ્રથમ વખત 1986માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ પછી ટીમે 1997, 2004, 2008, 2014 અને હવે 2022માં ટાઈટલ જીત્યું છે. ભારતે આ ખિતાબ સૌથી વધુ વખત જીત્યો છે. શ્રીલંકા હવે તેનાથી માત્ર એક ખિતાબ દૂર છે.એપ્રિલ 2014 પછી આ પ્રથમ વખત છે જ્યારે શ્રીલંકાએ સતત પાંચ T20I જીતી છે. આ પહેલા ટીમે 2014માં બાંગ્લાદેશમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં સતત પાંચ ટી20 મેચ જીતી હતી.