લેન્ડિંગ ગીયરમાં ખરાબી આવતા પ્લેન ક્રેશ, પ્રાથમિક રિપોર્ટ અનુસાર જેજુ એરનું વિમાન 175 મુસાફરો અને 6 ફ્લાઈટ એટેન્ડન્ટને લઈને થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું અને લેન્ડિંગ વખતે ક્રેશ
દક્ષિણ કોરિયામાં રવિવારે 181 લોકોને લઈને જતું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 28 લોકોના મોત થયા હતા. લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું, જેના કારણે મોટો અકસ્માત થયો હતો. રોઇટર્સ અનુસાર, દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન રનવે પરથી સરકીને ક્રેશ થયું હતું, જેમાં 28 લોકોના મોત થયા હતા.
અહેવાલમાં જણાવાયું છે કે જેજુ એરનું વિમાન 175 મુસાફરો અને 6 ફ્લાઇટ એટેન્ડન્ટને લઈને બેંગકોકથી પરત ફરી રહ્યું હતું અને લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. એરપોર્ટ દક્ષિણ કોરિયાના દક્ષિણ ભાગમાં આવેલું છે. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.
યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પ્લેન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. સાઉથ-વેસ્ટ કોસ્ટ એરપોર્ટ પર સ્થાનિક સમય મુજબ સવારે 9:07 વાગ્યે આ ઘટના બની હતી. દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સુંગ-મોકે રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા સૂચના આપી છે.