સૌરવ ગાંગુલીના ટ્વિટ બાદ એવી અફવા ઉડી હતી કે તેઓ બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યા છે પરંતુ હવે સ્પષ્ટ કર્યું છે કે તેઓ વૈશ્વિક સ્તરે નવી એજ્યુકેશન એપ લોન્ચ કરવા જઈ રહ્યા છે

સૌરવ ગાંગુલીની રાજકારણમાં પ્રવેશવાની અટકળો ફરીથી તેજ થઇ ચૂકી છે. પરંતુ હવે સૌરવ ગાંગુલીના ટ્વિટ બાદ એવી અફવા ઉડી હતી કે તેઓ બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યા છે પરંતુ હવે સ્પષ્ટ કર્યું છે કે તેઓ વૈશ્વિક સ્તરે નવી એજ્યુકેશન એપ લોન્ચ કરવા જઈ રહ્યા છે.

બંગાળી મીડિયાનું જો માનીએ તો બેંગાલ ટાઇગર સૌરવ ગાંગુલીએ બીસીસીઆઇ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું નથી. તે માત્ર એક બ્રાન્ડના પ્રમોશન માટે આ પ્રકારનું ટ્વિટ કર્યું હોઇ શકે છે. સૌરવ ગાંગુલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા કહ્યું છે કે આજે હું કંઈક શરૂ કરવાનું વિચારી રહ્યો છું જે મને લાગે છે કે કદાચ ઘણા લોકોને મદદ કરશે. હું આશા રાખું છું કે તમે મારા જીવનના આ પ્રકરણમાં પ્રવેશતા જ મને સમર્થન આપતા રહેશો.

લોકોનો સહયોગ માંગ્યો
વર્ષ 2022 એ મારું ક્રિકેટમાં 30મું વર્ષ છે. મેં 1992માં રમવાનું શરૂ કર્યું, ત્યારથી આજ સુધી ક્રિકેટે મને ઘણું આપ્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે મને તમારા બધાનો સાથ મળ્યો છે. હું દરેક વ્યક્તિનો આભાર માનું છું જેઓ મારી યાત્રાનો હિસ્સો છે. મને ટેકો આપ્યો અને આજે હું જ્યાં છું ત્યાં પહોંચવામાં મદદ કરી. આજે હું કંઈક શરૂ કરવાનું વિચારી રહ્યો છું જે મને લાગે છે કે કદાચ ઘણા લોકોને મદદ કરશે. હું આશા રાખું છું કે જીવનના આ નવા અધ્યાયમાં તમે મારી સાથે રહેશો.