જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ 7 કાર્યકારી પ્રમુખોને પસંદ કરવામાં આવ્યાં, ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારી શરૂ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને લઈ કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઇ રહી છે. આજે સવારે કોંગ્રેસે ઓબ્ઝર્વરની નિમણૂંક કરી હતી. જ્યારે હવે 7 કાર્યકરી અધ્યક્ષની નિમણૂંક કરી છે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જીગ્નેશ મેવાણી સહિત 7ની ગુજરાત કાર્યકરી અધ્યક્ષ તરીકે નિમણૂંક કરી છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કાર્યકારી પ્રમુખોને પસંદ કરવામાં આવ્યાં છે, જેમાં 1 પાટીદાર, 1 અનુસૂચિત જાતિ, 1 કોળી સમાજ , 1 આહીર સમાજ, 1 નોન ગુજરાતી, 1 લઘુમતી અને 1 ક્ષત્રિય નેતાને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે.
કેટલાકનું કદ વધ્યું, 5 ધારાસભ્ય, 2 નેતા કાર્યકારી પ્રમુખ બન્યાં
ધારાસભ્ય લલિત કગથરા, જીગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ, કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખ બનવવામાં આવ્યા છે. આમાંથી પ્રથમ પાંચ ધારાસભ્ય છે, જયારે અંતિમ બે નેતા કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ધારાસભ્ય નથી. જો કે કાર્યકારી પ્રમુખ બન્યા બાદ આ તમામ નેતાઓનનું કદ વધી ગયું છે.
ચુંટણી માટે ઓબ્ઝર્વરની નિમણુંક કરાઇ
ગુજરાત કોંગ્રેસ પણ તાકાત સાથે મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ઓબ્ઝર્વર નિયુક્ત કર્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીને કેટલાક મહિનાઓ જ બાકી રહ્યા છે. તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.
પ્રદેશ નેતાઓની હાઈકમાન સાથે બેઠક
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓની દિલ્લીમાં કોંગ્રેસ હાઈકમાન સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં 7 કાર્યકારી પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.