અનુજ પટેલને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવ્યાના સમાચાર મળી રહ્યાં છે. બ્રેઇન સ્ટોક આવતા અનુજ પટેલને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા વૈષ્ણવદેવી સર્કલ પાસેની કેડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પાપ્ત વિગતો મુજબ અનુજ પટેલનું 2 કલાક ઓપરેશન કરવામાં આવ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બપોરના સમયે બ્લડ પ્રેશર વધ્યા બાદ અનુજને બ્રેઇન સ્ટ્રોકની અસર થઈ હોવાની માહિતી મળી છે. સૂત્રોના મતે સીએમના પુત્રનું ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,તેમના પત્ની અને પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર છે. આગામી ત્રણ દિવસ સુધી અનુજ પટેલને હોસ્પિટલમાં રાખવામાં આવી શકે છે. મગજમાં લોહી ગંઠાઈ જવાનું અથવા ઓક્સિજનની માત્રા ઓછી થઈ જવાથી બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાની શક્યતા છે.
આ અંગે કેડી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસરે સત્તાવાર નિવેદનના જણાવ્યું છે કે, સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તાત્કાલિક સારવાર માટે 2. 45 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. તેમની સર્જરી કરવામાં આવી હતી. હાલ તેમની તબિયત સ્થિર છે અને નિષ્ણાત ડોકટરોની ટીમની દેખરેખ હેઠળ છે.
બ્રેઇન સ્ટોકના લક્ષણ?
શરીરમાં ઓક્સિજન અને રક્ત પરિભ્રમણમાં ઘટાડો થવાને કારણે મગજમાં હાજર નર્વ્સ નબળી થવા લાગે છે. જેના કારણે સ્ટ્રોક પણ આવે છે. સ્ટ્રોક બે પ્રકારના હોય છે. પહેલો બ્લડ ક્લોટ સ્ટ્રોક અને બીજો બ્રેઈન હેમરેજ છે. સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણોમાંનું એક ગંભીર માથાનો દુખાવો છે. દર્દી યોગ્ય રીતે બોલી શકતો નથી. તેની જીભ લથડવા લાગે છે. આંખો સામે અંધારા આવે છે, શરીરના હાથ-પગ સુન્ન થવા લાગે છે.