વિશ્વભરમાં કોરોના રસીની આડ અસરો વિશે અનેક ચર્ચાઓ થતી રહી છે પણ હાલમાં કોવિડ રસી પર અત્યાર સુધીના થયેલા સૌથી મોટા અભ્યાસમાં કોરોના રસી લીધા બાદ થયેલી આડ અસર અંગેના જોખમોની ઓળખ થઈ છે જેમાં ચોંકાવનારા તારણ સામે આવતા ભારે ખળભળાટ મચ્યો છે.

ન્યુઝીલેન્ડમાં ગ્લોબલ વેક્સીન ડેટા નેટવર્ક (જીવીડીએન) ના સંશોધકોએ આઠ દેશોમાં કોવિડ રસી લેતા 99 મિલિયન લોકો પર રસીની અસરનો અભ્યાસ કર્યો હતો જેમાં આ વાત સામે આવી છે.

કોવિડ રસી મેળવ્યા પછીના સમયગાળામાં 13 વિવિધ તબીબી પરિસ્થિતિઓમાં ફેરફારોનું નિરીક્ષણ કર્યું. આ અભ્યાસ વેક્સિન્સ મેગેઝિનમાં પ્રકાશિત થયો છે.

ન્યુરોલોજીકલ, રક્ત અને હૃદયની વિકૃતિઓ વધી

જીવીડીએનએ દાવો કર્યો છે કે કોવિડ રસી રસીકરણ પછી ન્યુરોલોજીકલ, રક્ત અને કાર્ડિયોવેસ્ક્યુલર તબીબી પરિસ્થિતિઓમાં થોડો વધારો જોવા મળ્યો હતો. જે લોકોને ચોક્કસ પ્રકારની mRNA રસી આપવામાં આવી હતી તેઓને મ્યોકાર્ડિટિસ (હૃદયના સ્નાયુમાં બળતરા) થવાનું જોખમ વધુ હોવાનું જણાયું હતું. કેટલીક વાયરલ-વેક્ટર રસીઓ મગજમાં લોહીના ગંઠાઈ જવાના ઊંચા જોખમ સાથે પણ સંકળાયેલી છે, તેમજ ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર જેમાં રોગપ્રતિકારક તંત્ર ચેતા પર હુમલો કરે છે) ની શક્યતા વધી જાય છે.

ફાઈઝર, મોડર્ના અને એસ્ટ્રાઝેનેકા જેવી કંપનીઓની કોવિડ રસીઓ હૃદય, મગજ અને રક્ત વિકૃતિઓની દુર્લભ ઘટનાઓ સાથે જોડાયેલી હોવાનું તારણ સામે આવ્યું છે.
ગયા અઠવાડિયે જર્નલ વેક્સીનમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં આ રસીઓ ન્યુરોલોજીકલ, રક્ત અને હૃદય સંબંધિત વિપરીત અસરો ઉભી કરી તેમાં વધારો થયો હોવાનું કહેવાયું છે, જેમાં હૃદયના સ્નાયુમાં બળતરા Pfizer-BioNTech’s અને Moderna’s mRNA રસીના પ્રથમ, બીજા અને ત્રીજા ડોઝમાં જોવા મળ્યા હતા.

પેરીકાર્ડિટિસ, કાર્ડિયાક સ્નાયુની બળતરા, એસ્ટ્રાઝેનેકાના વાયરલ-વેક્ટર શોટનો ત્રીજો ડોઝ મેળવનારાઓમાં 6.9-ગણુ જોખમ ઉભું થયું હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું છે.

દરમિયાન, મોડર્નાના જબના પ્રથમ અને ચોથા ડોઝમાં અનુક્રમે 1.7-ગણો અને 2.6-ગણો વધારો નોંધાયો હતો.
બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે, ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત અને એસ્ટ્રાઝેનેકા દ્વારા ઉત્પાદિત વાઇરલ-વેક્ટર શોટ્સ દ્વારા મગજમાં લોહીના ગંઠાવાના એક પ્રકારનું જોખમ પણ વધ્યું છે.

અભ્યાસ મુજબ, એસ્ટ્રાઝેનેકાના જબ મેળવનારા લોકોમાં, ગ્યુલેન-બેરે સિન્ડ્રોમ, એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર કે જેમાં રોગપ્રતિકારક શક્તિ ચેતા પર હુમલો કરે છે તેના વિકાસનું જોખમ 2.5 ગણું વધારે જણાયું હતું.

ઉપરાંત ટ્રાંસવર્સ મેઇલીટીસ, કરોડરજ્જુના સોજા માટે સંભવિત સલામતી સંકેતો વાયરલ-વેક્ટર રસીઓ પછી ઓળખવામાં આવ્યા હતા, જેમ કે તીવ્ર પ્રસારિત એન્સેફાલોમીલાઇટિસ, મગજ અને કરોડરજ્જુમાં બળતરા અને સોજો, વાયરલ-વેક્ટર અને એમઆરએનએ બંને રસીઓ લીધા પછી આ ફેરફારો થયાનું સંશોધકોએ શોધી કાઢ્યું હતું.
આમ,કોરોના વેકસીન લીધા બાદ તેના ફાયદા કરતા જોખમો વધ્યા હોવાના ચોંકાવનારા અહેવાલથી ખળભળાટ મચી ગયો છે.