કિરીટ સોમૈયાનો દાવો, પોલીસની સામે જ થયો જીવલેણ હુમલો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
મુંબઈમાં ભાજપના નેતા કિરીટ સોમૈયા પર શિવસૈનિકોએ હુમલો કર્યો હતો. ખાર પોલીસ સ્ટેશનની બહાર શિવસૈનિકોએ તેમની કાર પર હુમલો કર્યો. જેમાં તેમની કારનો કાચ તૂટી ગયો છે. તેમજ તેને ઈજાઓ પણ થઈ છે. તેના ચહેરામાંથી પણ લોહી નીકળ્યું છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા અને લાઉડસ્પીકર પર રાજકારણ વધી રહ્યું છે. અમરાવતીમાંથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને ખાર પોલીસે ધરપકડ કરી છે. બંને વિરૂદ્ધ પોતાના નિવદેનથી ધર્મ, જાતિના આધારે વિદ્વેષ ફેલાવવાનો આરોપ છે.

કિરીટ સોમૈયાએ દાવો કર્યો છે કે આ હુમલામાં તેઓ ઈજાગ્રસ્તથયા છે અને તેઓ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવા જઈ રહ્યાં છે. કિરીટે કહ્યું- ‘CM ઉદ્ધવ ઠાકરેના ગુંડાઓએ પોલીસને ખાર પોલીસ સ્ટેશન પર એકઠાં થવા દીધા. હું બહાર નીકળ્યો ત્યારે આ ગુંડાઓએ પથ્થરમારો કર્યો. કારના કાચ તૂટી ગયા જે મને વાગ્યા હતા. પોલીસની દેખરેખ હેઠળ જ આ હુમલો થયો છે.કિરીટે વધુમાં કહ્યું કે- આ ત્રીજી વખતે છે જ્યારે ઉદ્ધવ ઠાકરેના ગુંડાઓએ મને મારવાનો પ્રયાસ કર્યો છે. પહેલી વખત વાશિમમાં બીજી વખત પુણેમાં અને ત્રીજી વખત ખાર પોલીસ સ્ટેશનની સામે.