કેનેડામાં સાત જેટલા ખૂંખાર ગેંગસ્ટર છુપાયેલા છે, જેમના પ્રત્યાર્પણની માંગ ભારત દ્વારા ગયા વર્ષથી કરવામાં આવી રહી છે,છતાં કેનેડા સરકાર ધ્યાન આપતી નથી અને તે વાતને નજર અંદાજ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભિંડરાવાલે ટાઈગર ફોર્સ (BTF) આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યાના સંબંધમાં ત્રણ ગેંગસ્ટર કમલપ્રીત સિંહ, કરણપ્રીત સિંહ અને કરણ બ્રારની કેનેડિયન પોલીસે ધરપકડ કરી છે.
કેનેડિયન પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આ ગેંગસ્ટરો હરિયાણા અને પંજાબની ગુનાહિત ગેંગ સાથે પણ સંબંધ ધરાવતા હોવાનું ખુલ્યું છે.
એટલું જ નહીં પરંતુ પંજાબના ઘણા અપરાધીઓ કેનેડામાં આશ્રય લઈ રહયા છે, જેના વિશે કેનેડા સરકાર મૌન સેવી રહી છે.
ભારતે RCMPને પંજાબના ઓછામાં ઓછા સાત ગેંગસ્ટર કે જેઓ કેનેડામાં છે તેમના પ્રત્યાર્પણ માટે માંગ કરી છે. NSA, RAW ના સેક્રેટરી, IBના ડાયરેક્ટર અને NIA ચીફે પંજાબ-હરિયાણામાં હત્યાઓમાં સંડોવાયેલા આ ગેંગસ્ટરને પાછા લાવવા ઘણા પ્રયત્નો કર્યા છે, પરંતુ વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડોની ખાલિસ્તાન તરફી વલણ ને લઈ સરકારે કોઈ પગલાં લીધા નથી.
અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલાનું નામ એ ગેંગસ્ટર્સમાં સામેલ છે જેમને ભારતે પ્રત્યાર્પણ કરવાની માંગ કરી છે. તે પંજાબના મોગા જિલ્લાના ડાલાનો રહેવાસી છે અને હાલમાં કેનેડાના સરેમાં રહે છે. સરે એ જ જગ્યા છે જ્યાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તરનતારન જિલ્લાના હરિકે ગામનો રહેવાસી લખબીર સિંહ ઉર્ફે લંડા હાલ કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટન શહેરમાં રહે છે.
રમનદીપ સિંહ ઉર્ફે રમણ જજ ફિરોઝપુરનો રહેવાસી છે અને હાલમાં તે બ્રિટિશ કોલંબિયામાં છુપાયેલો છે. બરનાલા જિલ્લાના તલ્લેવાલના બિહલાનો રહેવાસી ચરણજીત સિંહ ઉર્ફે રિંકુ બિહાલા પણ કેનેડામાં છુપાયેલો છે. લુધિયાણા ગ્રામીણના ગામ ડલ્લાનો રહેવાસી ગુરપિન્દર સિંહ ઉર્ફે બાબા દલ્લા પણ ભારતીય તપાસ એજન્સીઓથી છુપાઈને કેનેડામાં રહે છે. કેનેડાને આ વિશે જાણ કરવામાં આવી છે.
ફાઝિલિકાનો રહેવાસી સતવીર સિંહ વારિંગ ઉર્ફે સામ અબ્રોહા પણ કેનેડામાં છુપાયેલો છે. પંજાબના અમૃતસર શહેરની ડિફેન્સ કોલોનીમાં રહેતો સ્નોવર સિંહ ઢિલિયન ઓન્ટારિયોમાં રહે છે. આઠમા ગેંગસ્ટરનું નામ સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર છે, જે શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી છે. બ્રાર વિશે એવું કહેવાય છે કે તે હાલમાં કેલિફોર્નિયામાં છુપાયેલો છે, પરંતુ તે કેનેડાનો રહેવાસી છે.
આ ગુનેગારોના વિઝા સ્ટેટસ વિશે કોઈ માહિતી નથી. પરંતુ આ ગુનેગારો ભારત સરકાર અથવા રાજ્ય સરકાર પર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવીને આશ્રય માંગે છે અને પછી કેનેડામાં સ્થાયી થાય છે.
જસ્ટિન ટ્રુડોની સરકાર આ વિશે ક્યાંકને ક્યાંક જાણે છે, પરંતુ પગલાં લેવાનું ટાળી રહી છે.
ખાલિસ્તાનીઓ અને આ ગુંડાઓના સમર્થકોના વોટના લોભને કારણે ટ્રુડો તેમની સામે કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી અને ભારત દ્વારા કરવામાં આવતી પ્રત્યાર્પણની માંગણી સામે ધ્યાન આપતા નથી.