ઓસ્ટ્રેલિયામાં પણ મહિલાઓ સલામત નથી અને એક ચોંકાવનારી ઘટનામાં મહિલા સાંસદ ઉપર બળાત્કારની ઘટના સામે આવી છે આ મહિલા સાંસદે આરોપ લગાવ્યો છે કે, તેને નાઉટ આઉટ દરમિયાન પહેલા ડ્રગ્સ આપવામાં આવ્યું ત્યારબાદ તેની સાથે રેપ કરાયો હતો.

ક્વીન્સલેન્ડ લેબર પાર્ટીના મહિલા સાંસદે જણાવ્યું હતું કે તેઓ મધ્ય ક્વીન્સલેન્ડ શહેર યેપૂનમાં જવા માટે રાતના સમયે બહાર નીકળ્યા હતા તે વખતે અજાણ્યા લોકોએ તેઓને પકડી લીધા હતા અને તેને ડ્રગ્સ આપ્યું હતું જે પછી તેમની પર રેપ થયો હતો. આ ઘટના બાદ મહિલા સાંસદે વહેલી સવારે પોલીસમાં ફરિયાદ કરી હતી.

મહિલા સાંસદે કહ્યું કે મેં આ ઘટના જાહેર કર્યા બાદ બીજી ઘણી મહિલાઓ સામે આવી હતી અને પોતાની સાથે થયેલી આવી ઘટનાઓ જણાવી હતી.
લાગા સાથેની ઘટના વીડિયો પર પણ બનાવવામાં આવી હતી. તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ક્વીન્સલેન્ડના પ્રીમિયર સ્ટીવન માઇલ્સે જણાવ્યું હતું કે સરકાર ભોગ બનનાર ને દરેક રીતે ટેકો આપી રહી છે. તેઓ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તેમાંથી કોઈએ પસાર થવું ન જોઈએ. આ મહિલા સાંસદના રેપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલા સાંસદે લોકોને પોતાની પ્રાઈવેસીનું ધ્યાન રાખવાની અપીલ કરીને વીડિયો શેર ન કરવાનું કહ્યું છે. પોલીસે આ કેસમાં અજાણ્યા ઈસમો સામે તપાસ શરુ કરી દીધી છે.