ગાંધીનગર ખાતે ‘સેમિકૉન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું , ઈવેન્ટમાં  ભારતમાં સેમિ કન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તક અંગેનું પ્રેઝેન્ટેશન પણ કરવામાં આવ્યું

SemiconIndia Conference 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે.  સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ 2023નું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું અને કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારત સંભાવનાઓથી ભરેલો દેશ છે અને તે ઝડપથી વિકાસ કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉદ્ધાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. માઈક્રોન ટેક્નો, એપ્લાઈડ મટિરિયલ્સ કંપનીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. ફોક્સકોન, SEMI કંપની, કૈડેન્સ, AMD સહિતની કંપનીઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે ભારતમાં મધ્યમ વર્ગનો ઝડપથી વિકાસ થયો છે. તેમણે કહ્યું કે ભારત દેશમાં ગરીબી દૂર કરવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. 2014 પહેલા ભારતમાં માત્ર બે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હતી, પરંતુ અમારી સરકાર બન્યા બાદ તેમની સંખ્યા વધી છે.

અમે વૈશ્વિક રોગચાળામાંથી બહાર આવી રહ્યા છીએ
પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે વૈશ્વિક મહામારીની આડઅસરોમાંથી બહાર આવી રહ્યું છે. આજે રોકાણકારોને ભારતમાં વિશ્વાસ છે. ઈન્ડસ્ટ્રીને ભારતમાં વિશ્વાસ છે. અમે તમને ભારતમાં બનાવવા માટે કહીએ છીએ. અમે અમારા તમામ ભાગીદાર દેશોના સહયોગ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે જેમ સોફ્ટવેર અપડેટ કરવું જરૂરી છે, તે જ રીતે આ પ્રોગ્રામ પણ છે. SemiconIndia દ્વારા ઉદ્યોગ, નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ સાથેના જોડાણો અપડેટ થતા રહે છે. હું પણ માનું છું કે સંબંધોમાં સમન્વય માટે સંબંધોને અપડેટ કરવા જરૂરી છે.

21મી સદીમાં ભારતમાં તકો એ તકો
પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીના ભારતમાં તમારા માટે માત્ર તક છે. ભારતની લોકશાહી, ભારતની વસ્તી અને ભારતમાંથી ડિવિડન્ડ તમારા વ્યવસાયને બમણો, ત્રણ ગણો કરી શકે છે. અમે ભારતના ડિજિટલ સેક્ટર અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં ઝડપી વૃદ્ધિના સાક્ષી છીએ. થોડા વર્ષો પહેલા ભારત આ ક્ષેત્રમાં ઉભરતું ખેલાડી હતું અને આજે વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં આપણો હિસ્સો અનેકગણો વધી ગયો છે.

2014માં ભારતનું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન $30 બિલિયન કરતાં ઓછું હતું. આજે તે 100 અબજ ડોલરને પાર કરી ગયો છે. ભારતની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ માત્ર 2 વર્ષમાં બમણી થઈ ગઈ છે. ભારતમાં બનેલા મોબાઈલ ફોનની નિકાસ બમણી થઈ ગઈ છે. જે દેશ એક સમયે મોબાઈલ ફોનનો આયાતકાર હતો તે આજે વિશ્વના શ્રેષ્ઠ મોબાઈલ ફોનનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યો છે.

ગુજરાત સેમિકંડક્ટરનું હબ બની શકે : વેદાંતા ગ્રૂપ ચેરમેન
વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે ભારતમાં વિવિધ ક્ષેત્રમાં સેમિકંડક્ટર માટે અમે ગયા પરંતુ એક્સપર્ટસનું કહેવું છે કે ગુજરાત સેમિકંડક્ટરનું હબ બની શકે છે. ગુજરાત સિલીકોન વેલી બની શકે છે. સેમિ કંડક્ટર અને ડિસ્પ્લે ફેબ બનાવવા કટીબદ્ધ છીએ. ઈકો સિસ્ટમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જે જરૂરી છે તે ગુજરાતમાં છે. સેટેલાઈટ સેન્ટરમાં ઉપયોગી ચીજો ગુજરાતથી મોકલવામા આવશે.

AMDએ ભારતમાં સેમિ કંડક્ટર ક્ષેત્રમાં 400 મિલિયન યૂએસ ડૉલરનું રોકાણ કરશે
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ચાલી રહેલા સેમિકૉન ઇન્ડિયા 2023 ઇવેન્ટની શરૂઆત થઇ ચૂકી છે, ઇવેન્ટની શરૂઆતમાં જ એએમડીએ જાહેરાત કરી છે કે તે ભારતમાં આગામી દિવસમા 400 મિલિયન યૂએસ ડૉલરનું રોકાણ કરશે. એએમડી એ અમેરિકન બેઝ્ડ સેમિ કૉન્ડક્ટર કંપની છે. એએમડીએ ભારતમાં સેમિ કન્ડક્ટર ક્ષેત્રમાં 400 મિલિયન યૂએસ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. એએમડી કંપની ભારતમા રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ભાર મુકશે. એએમડીના પ્રતિનિધિ અને ચીફ ટેકનૉલોજી ઓફિસર માર્ક પેપરમાસ્ટરએ આ મોટા રોકાણની જાહેરાત કરી છે.

‘મેન્યુફેક્ચરિંગ માટે ૫૦ ટકા ફાયનાન્સિયલ સપોર્ટ મળશે’
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ભારતમાં એક લાખથી વધુ ડિઝાઈન એન્જિનિયર તૈયાર થશે. દુનિયાના સૌથી ઓછા કોર્પોરેશન ટેક્સમાંનો ભારત એક દેશ છે. સરકારે સ્પેશલ ઈન્સેન્ટિવ પણ આપ્યું છે. સેમી કંડક્ટર સેક્ટર માટે ભારતે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે.  આપની અપેક્ષાઓને અમે સારી રીતે સમજીએ છીએ. મેન્યુફેક્ચરિંગ માટે ૫૦ ટકા ફાયનાન્સિયલ સપોર્ટ મળશે.