ચીનમાં જોવા મળેલ રહસ્યમય વાયરસને લઈ ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે અને રાજ્યમાં બાળકોમાં શરદી, ફેફસામાં બળતરા, તાવ જેવા લક્ષણ જણાય તો તરતજ તબીબનો સંપર્ક કરવા જણાવાયું છે.
સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ રાજ્યોને માર્ગદર્શિકા મોકલી હોસ્પિટલોને જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ રાખવા સૂચના આપી સતર્ક રહેવા જણાવી દીધું છે. 

Rising COVID cases, China pneumonia, COVID treatment,

જેના ભાગરૂપે તા.19 ડિસેમ્બર સુધી રાજ્યની હોસ્પિટલોમાં મોકડ્રિલ યોજી ઓક્સિજન, બેડ, દવાઓ વગરેની ચકાસણી થશે તમામ હોસ્પિટલોને તમામ સુવિધા ઉપલબ્ધ રાખવા સૂચના અપાઈ છે.ચીનમાં ફેલાયેલા વાયરસને લઈ અમદાવાદમાં પણ AMC એક્શન મોડમાં આવી ગયું છે અને  AMC સંચાલિત હોસ્પિટલમાં જરૂરી દવાઓનો સ્ટોક તેમજ ઓક્સિજન- વેન્ટિલેટર કાર્યરત રાખવા સૂચના અપાઈ છે કોરોનાના લક્ષણો તેમજ તાવ, ઝાડા, ઉલટી જેવા લક્ષણો સાથે દર્દીઓ આવે તો સેમ્પલ ઝીનોમ સિકવંસિંગ માટે મોકલવા સૂચના અપાઈ છે અને સિવિલ હોસ્પિટમાં બાળકો માટે પણ ખાસ વોર્ડ બનાવાવાયા છે, ચીનમાં જે બીમારી જોવા મળી રહી છે તેમાં ન્યૂમોનિયા પ્રકારના લક્ષણો જોવા મળે છે. સિવિલમાં બાળકો માટે 300 બેડ રેડી છે અને વેન્ટિલેટર, PPE કીટ, એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ કરી દેવાયો છે.રાજ્યમાં બાળકોમાં શરદી, ફેફસામાં બળતરા, આકરો તાવ જણાય તો તરતજ તબીબનો સંપર્ક કરવા જણાવાયું છે.

ચીનમાં બાળકોમાં આ રોગ વધ્યો છે જેમાં શરીરનું તાપમાન વધી જાય છે અને ફેફસાંમાં ગાંઠ બની જાય છે. હોસ્પિટલમાં ફરી બેડ ખૂટી પડવાની સ્થિતિ સર્જાઈ રહી છે. દર્દીઓએ સારવાર માટે 2-2 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે.  હાલ ચીનની ઉત્તરમાં આવેલા બેઇજિંગ અને લિયાઓનિંગમાં ન્યુમોનિયા એટલા વધુ પ્રમાણમાં ફેલાયેલો છે કે દર્દીઓ માટે બેડની અછત સર્જાઈ છે. 
માહિતી મુજબ જે બાળકો આ રોગથી પીડાઈ રહ્યા છે તેમને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આમ,ચીનમાં જોવા મળી રહેલા આ રહસ્યમય વાયરસને લઈ ભારતમાં રાજ્યોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.