રિઝર્વ બેંક ગવર્નરનું નિવેદન, આગામી સમયમાં પણ વૈશ્વિક ફુગાવાને ધ્યાને લેતા કેશરેટમાં વધારો સંભવ

રિઝર્વ બેંક ગવર્નરનું નિવેદન, આગામી સમયમાં પણ વૈશ્વિક ફુગાવાને ધ્યાને લેતા કેશરેટમાં વધારો સંભવ, Reserve Bank of Australia, RBA, RBA Governor, Philip Lowe, Cash Rate, Inflation, Australia, Global Inflation, Mortgage, Home Loan,

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
તેની જુલાઈની પોલિસી મીટિંગને સમાપ્ત કરવાની સાથે રિઝર્વ બેંક ઑફ ઑસ્ટ્રેલિયા (Reserve Bank of Australia)એ તેના રોકડ દરને 50 બેસિસ પોઈન્ટ્સ વધારીને 1.35% કર્યો છે, જે મે મહિનાથી 125 બેસિસ પોઈન્ટના વધારા અને 1994 પછી ચાલની સૌથી ઝડપી સિરીઝ હેઠળ આવી ગયો છે. RBA ગવર્નર (Governor) ફિલિપ લોવે (Philip Lowe) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બોર્ડ આગામી મહિનાઓમાં ઓસ્ટ્રેલિયામાં નાણાકીય સ્થિતિને સામાન્ય બનાવવાની પ્રક્રિયામાં વધુ પગલાં લેવાની અપેક્ષા રાખે છે.”

કેશરેટમાં વધારાની સંભાવના બજારોમાં વ્યાપકપણે અપેક્ષિત હતી અને સ્થાનિક ડૉલર $0.6863ની પ્રતિક્રિયામાં થોડો હળવો થયો હતો. ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બેંકે સતત ત્રીજા મહિને વ્યાજદર વધાર્યા હતા અને આર્થિક મંદીના જોખમની સાથે વધતા ફુગાવાને કાબૂમાં રાખવા માટે આ પગલા લેવાયા હોવાનું જોવાઇ રહ્યું છે.

લોવેને વિશ્વાસ હતો કે આ સાથે જ અર્થતંત્ર 3.9%ના પાંચ દાયકાના નીચા સ્તરે અને બેરોજગારીના આંચકાનો સામનો કરી શકશે. ઘરગથ્થુ માંગ પણ સારી રીતે જાળવવામાં આવી છે. વધી રહેલા કેશ રેટને પગલે અત્યાર સુધી વિતરિત કરાયેલા વધારાથી સરેરાશ A$620,000 મોર્ટગેજની ચુકવણીમાં દર મહિને લગભગ A$400નો ઉમેરો થશે અને તે હાલ ઇલેક્ટ્રીસિટી, પેટ્રોલ, આરોગ્ય અને ખાદ્યપદાર્થો માટેના ઊંચા ખર્ચાની ટોચ પર પહોંચી રહ્યું છે.

આ પહેલા વડાપ્રધાન એન્થની આલ્બનીઝે લોકોને મદદ કરવા માટે ક્યા માર્ગો પર વિચારણા કરી શકાય તે અંગે જાણ કરવામાં આવી હતી. કારણે કે સતત વધતા ફુગાવાને પગલે લોઅર અને મીડલ ક્લાસ વર્ગની તેની સૌથી વધારે અસર થનારી છે. નોંધનીય છે કે ફેર વર્ક કમિશન દ્વારા ગત મહિને 5.2 ટકાનો પ્રતિકલાકના કામના દરમાં વધારો કર્યો હતો. જે અંદાજે સપ્તાહના 40 ડોલર થવા જાય છે. આ તરફ આરબીએ ગવર્નર ફિલિપ લોવેએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ વૈશ્વિક ફુગાવાને પગલે વધારો સંભવ છે.

હોમ લોન ધારકોને શું અસર થશે ?
હોમ લોન રેટ ચેન્જ કેલ્ક્યુલેટર મોઝો અનુસાર, $500,000 મોર્ગેજ ધરાવનાર વ્યક્તિ દર મહિને $133 વધુ ચૂકવશે જો તેનો વેરિયેબલ રેટ 0.5 ટકાના વધારાને પગલે 3.11 ટકાથી 3.61 ટકા થાય.

  • $600,000 મોર્ટગેજ ધરાવનાર વ્યક્તિ દર મહિને $159 વધુ ચૂકવશે.
  • $750,000 મોર્ટગેજ ધરાવનાર વ્યક્તિ દર મહિને $199 વધુ ચૂકવશે.
  • $1 મિલિયન મોર્ટગેજ ધરાવનાર વ્યક્તિ દર મહિને $265 વધુ ચૂકવશે.